કાંકરિયા ઝૂના આકર્ષણમાં વધારો સિંહ અને સફેદ વાઘણ લવાયાં

(સંવાદદાતા દ્વારા)
અમદવાદ, તા.રર
અમદાવાદના સુપ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક એશિયાટિક સિંહ અને એક સફેદ બેંગાલ ટાઈગર લાવવામાં આવતા ઝૂના આકર્ષણમાં વધારો થયો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની મંજુરી અનુસાર અમદાવાદ અને રાજકોટ ઝૂ વચ્ચે પશુ પક્ષીઓની એક્ષચેન્જ કરવામાં આવી હતી. જે અનુસાર અમદાવાદ ઝૂ એ રાજકોટને પક્ષીઓ અને સરીસૃપો આપ્યા હતા તેના બદલામાં રાજકોટ ઝૂએ સિંહ અને સફેદ વાઘણ આપ્યા છે.
કાંકરિયા ઝૂના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે. શાહુએ જણાવ્યું છે કે અમદાવાદ ઝૂએ રાજકોટ ઝૂને એલેકઝાન્ડ્રીન પેરાકીટ ૩ઃ૩, નાઈટહેરોન પઃપ, વ્હાઈટ ઈબીશ ૩ઃ૩, રોઝ રીંગ પેરાકીય ૩ઃ૩, રોઝીપેલીકન રઃર, કોકેટીલ ૧પઃ૧પ, કોરમોરન્ટ લીટલ ૩ઃ૩, કોબ્રા ઈન્ડિયન ૧ઃ૧, સ્નેક કીલબેક ચેકર્ડ રઃર અને પાયથન ઈન્ડિયન રોક રઃર આપવામાં આવ્યા હતા. તેના બદલામાં રાજકોટ ઝૂએ અમદાવાદ ઝૂને એશિયાટિક લાયન શ્રેયા ૧ અને બેંગાલ ટાઈગર વ્હાઈટ ૧ નંગ આપતા કાંકરિયા ઝૂમાં સફેદ વાઘણ મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરશે. હવે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ૧ જોડ એશિયાટિક સિંહ, ૧ જોડ વાઘ, ૩ દીપડા, ૧ જોડ હિપ્પોપોટેમસ, ૧ જોડ હિમાલયન રીંછ, ૧ જરખ માદા, ૧ હાથણી છે. જેમાં સિંહ અને વાઘણનો વધારો થયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks