કપિલદેવ ઈડન ગાર્ડનમાં બેલ વગાડશે

લોર્ડસમાં બેલ વગાડવાની પરંપરા ર૦૦૭માં શરૂ થઈ હતી

કોલકાતા, તા.ર૭

પૂર્વ ભારતીય કપ્તાન કપિલદેવને લોર્ડસની જેમ ઈડન ગાર્ડનનો બેલ પહેલીવાર વગાડવાનું સન્માન મળશે જે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટની શરૂઆતનો સંકેત હશે. બંગાળ ક્રિકેટ સંઘના સંયુક્ત સચિવ અવિષેક દાલમિયાએ કહ્યું કે આ સૌરવ ગાંગુલીનો વિચાર હતો અને કપિલ ટેસ્ટ મેચની સવારે બેલ વગાડવા રાજી થઈ ગયા છે. લોર્ડસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, પ્રશાસક અતવા જાણીતા ખેલપ્રેમી દ્વારા પાંચ મિનિટ સુધી બેલ વગાડવાની પરંપરાની શરૂઆત ર૦૦૭માં થઈ હતી. પાંચ દિવસ દરમિયાન પ્રત્યેક સવારે અલગ-અલગ વ્યક્તિ આ બેલ વગાડશે જે દિવસની રમતની શરૂઆતનો સંકેત હશે. ઈડન ટેસ્ટ ભારતની ઘરેલું ધરતી પર રપ૦મી ટેસ્ટ હશે. બોર્ડ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું કે વિશેષ રીતે તૈયાર કરાયેલ ચાંદીના ૧૦૦ ગ્રામના સિક્કાથી બંને ટીમોને સન્માનિત કરવામાં આવશે. કેબએ મેચમાં ટોસ માટે સોનાનો વિશેષ સિક્કો પણ બનાવ્યો છે. બન્ને ટીમો કાલે સાંજે પહોંચે તેવી સંભાવના છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts