શ્રમજીવી પરિવારના પાંચ વર્ષના બાળક અને મજૂરનું કરંટ લાગતાં મોત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષના બાળક અને અલથાણમાં મજૂરને કરંટ લાગતા મોત થઇ ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉધના મફ્ત નગર ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી સુનિલભાઇ વાઘનો પુત્ર સિદ્વાત (ઉ.વ.૫) ગત તારિખ ૧૬મીના રોજ લોખંડનો સળિયો ઉચકતો હતો ત્યારે સળિયો ઉપરથી પસાર થતી હાઇ ટેન્શન વીજળીના વાયરને અડી જતા તેને કરંટ લાગ્યો હતો અને પેટના ભાગે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગત સાંજે તેનું મોત થઇ હતું. ઉધના પોલીસે જણાવ્યું હતું કે, સિદ્વાત ને અન્ય એક મોટા ભાઇ છે. તેના પિતા મજૂરી કામ કરે છે. બીજા બનાવમાં મહાવીર કોલેજ પાસે આવેલા બાલાજી સોસાયટીમાં રહેતો શંકર બોખા વળવી (ઉ.વ.૨૫) ગઇકાલે સાંજે અલથાણ શ્યામબાબા મંદિર પાસે આવેલ એક્સપ્રેશન નામની સાઇટ ઉપર ગ્રાઉન્ડર મશીન ઉપર કામ કરતો હતો. ત્યારે તેને કરંટ લાગતા સુપરવાઇઝર કિરણભાઇ તેને સિવિલ હોસ્પિટલમાં ગઇ ગયા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યા હતો. બનાવ અંગે ઉધના અને ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks