સુરત,તા.૪
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક વીજળીના થાંભલા પર મટકી બાંધવા જતા યુવાનનું કરંટ લાગવાને કારણે મોત થતા આ વિસ્તારમાં સોપો પડી ગયો હતો.ગોવિંદાઓની મટકી ફોડવાની ખુશી ગમમાં ફેરવાઇ ગઇ હતી.યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ તે પહેલાં તો તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.ડિંડોલી વિસ્તારમાં આવેલા હળપતિ આવાસ પાસે એક વીજળીના થાંભલા પર ૨૭ વર્ષનો કલ્પેશ રમણભાઇ પટેલ નામનો યુવાન મટકી બાંધવા ચઢ્યો હતો પણ કરંટ લાગવાને કારણે કલ્પેશનું મોત થયું હતું.
Facebook
0
Twitter
0