International

નાઈજીરિયાના ખેડૂતો અને પશુપાલકો વચ્ચેની અથડામણમાં ૮૬નાં મોત, ત્રણ વિસ્તારોમાં કરફ્યુ

(એજન્સી) અબુજા, તા.રપ
નાઈજિરિયાના જનજાતિય વિસ્તારમાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ૮૬ લોકોનાં મોત નિપજ્યા છે અને અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, જનજાતિય ખેડૂતોના વિસ્તારમાં ગુરૂવારે પશુઓને ચારો ખવડાવવા મામલે ઝઘડો થયો હતો. જેમાં જનજાતિય બેરોમ ખેડૂતોએ પાંચ ફુલાની પશુપાલકોની હત્યા કરી નાખી હતી ત્યારબાદ ફુલાની પશુપાલકો પણ બદલાની ભાવના સાથે એમના વિસ્તારમાં પહોંચી જતા હિંસા શરૂ થઈ હતી. ગુરૂવાર અને શનિવારે થયેલ હિંસામાં ૮૬ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ ક્ષેત્રમાં જનજાતિય સમૂહો વચ્ચે હિંસાનો લાંબો ઈતિહાસ છે. હિંસા બાદ દેશના અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવાયો હતો. પોલીસ અધિકારી મુજબ, આ લોહિયાળ જંગમાં ૮૬નાં મોત નિપજ્યા છે. જ્યારે ૬ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જનજાતિય ખેડૂતોએ ફુલાની પશુપાલકોના પ૦થી વધુ ઘરો ૧પ બાઈક અને બે વાહનો ફૂંકી માર્યા છે. પ્રશાસન અનુસાર રિયોમ, બારિકેન લાડી અને જોસ સાઉથમાં કર્ફ્યુ યથાવત રહેશે. નાઈઝિરિયામાં મોટી સંખ્યામાં આર્મી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.