(એજન્સી) કર્ણાટક,તા.ર૧
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કર્ણાટકના એક આઈપીએસ ઓફિસરની કાળી કરતુતો દેખાઈ આવે છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ આઈપીએસ અધિકારી આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પણ ઓફિસરે આ વીડિયોના પોતે હોવાનો ઈન્કાર કર્યો છ.ે હકીકતમાં મામલો આ છે કે કર્ણાટક કેડરના ર૦૧ર બેંચના આઈપીએસ અધિકારી ભીમ શંકર ગુલ્ડ પર એક યુવકે આરોપ લગાવ્યો કે ઓફિસરે તેમની પત્નીને મજબૂર કરીને તેમની પાસે શારીરિક સંબંધ બનાવ્યા આ સંબંધમાં યુવકે એક વીડિયો પણ જારી કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
યુવક દ્વારા જાહેર કરાયેલ વીડિયોમાં મહિલા આઈપીએસ અધિકારી સાથે સંબંધ બનાવવાને લઈ સોદો કરતી દેખાઈ રહી છે. એટલું જ નહીં જેમના ઘણા ફોટાઓ પણ શેયર કરવામાં આવ્યા છે. વીડિયોમાં ભીમશંકર વર્દીમાં દેખાઈ રહ્યા છે. આ મામલે આઈપીએસ અધિકારી ભીમશંકરની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ યુવકે સ્ટેશને ભીમશંકર વિરૂધ્ધ ધમકાવવા અંગે ડરાવવાનો પણ આરોપ લગાવ્યો છે.