પંજાબ સામે મુંબઈ માટે આજે કરો યા મરો

ઇન્દોર,તા. ૩
ઇન્દોરમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની ૩૪મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ માટે હવે કરો યા મરોની સ્થિતિ છે. તે પોઇન્ટ ટેબલમાં આઠ મેચોમાં માત્ર બે મેચોમાં જીત સાથે સૌથી છેલ્લા સ્થાન પર છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવન પંજાબનો દેખાવ આ વખતે શાનદાર રહ્યો છે. રવિચન્દ્રણ અશ્વિનના નેતૃત્વમાં આ ટીમે હજુ સુધી સાત મેચો રમીછે જે પૈકી પાંચમાં તેની જીત થઇ છે અને બેમાં હાર થઇ છે. આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. જેમાં ક્રિસ ગેઇલ અને એરોન ફિન્ચનો સમાવેશ થાય છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.
આઈપીએલ સહિત ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ મળીને ૧૦૨ મેચો રમશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks