(એજન્સી) ચેન્નાઈ, તા.૮
તામિલનાડુના રાજકારણમાં છેલ્લા પ૦ વર્ષથી ઘવાયેલ એક પરિપકવ રાજકારણી, કવિ, કોલુમનિસ્ટ અને કથાલેખક એમ કરૂણાનિધિએ મંગળવારે ૯૪ વર્ષની જૈફવયે ચિરવિદાય લીધી.
કરૂણાનિધિએ કાવેરી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો. છેલ્લા બે વર્ષથી તેઓ બીમાર ચાલતા હતા. કરૂણાનિધિની જીવન ઝરમર વિશે જાણો.
– કરૂણાનિધિનો જન્મ ૩ જૂન ૧૯ર૪ના રોજ થીરૂવરુરના થીરુકુપાલી ગામે થયો હતો.
– તેમનું પસંદ કરાયેલ નામ મુથુવેલ કરૂણાનિધિ હતું. શા માટે તેઓ કલૈનર કહેવાયા ?
તેમને સમકક્ષો કલૈનાર કહેતા જેનો તામિલમાં અર્થ કલાના વિદ્વાન થતો હતો. સામાન્ય અને સાઈલન્ટ છે. જેથી બિન તાલિમી લોકો તેનો ઉચ્ચાર કલાઈ નાયર કરે છે. એટલે કે કલાના ગુરૂ તેથી તેઓ કલૈનર કહેવાયા.
રાજાજી હોલ ખાતે લાખો લોકોએ દિવંગત નેતા કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ અર્પી અંતિમ વિદાય આપી હતી. તામિલનાડુના મુખ્યમંત્રી કે પલામી સ્વામી, નાયબ ઓપનીર સેલ્વમ અને લોકસભાના નાયબ સ્પીકર થમ્બીદદુરાઈ બળવાખોર નેતા ટી દીનાકરણ સુપરસ્ટાર રજનીકાંત અભિનેતા શીવ કાર્થીકપન વગેરેએ તેમને અંતિમવિદાય આપી હતી.
મુખ્યમંત્રીએ કરૂણાનિધિના અવસાનને તામિલનાડુ માટે મોટી ખોટ ગણાવી હતી. તેમણે કરૂણાનિધિના પરિવારને સહાનુભૂતિ આપી હતી.
દિવંગત નેતા કરૂણાનિધિના પાર્થિવ શરીરને ત્રિરંગો વિટાળ્યો હતો. તેમની પાસે પુત્ર સ્ટાલીવ સેલવમ, પુત્રી કનિમોઝી જોવા મળતા હતા. હજારો ચાહકો તેમના પ્રિય નેતાને અંતિમવિદાય આપવા ઉમટી પડ્યા હતા. મરીના બીચ ખાતે અંતિમવિધિ કરાશે. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી સી રાજગોપાલાચારી અને કે કામરાજના સ્મારક છે.