કર્ણાટક : જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધન સરકારે સમાન લઘુત્તમ કાર્યક્રમની પુષ્ટિ કરી

(એજન્સી) તા.ર
જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધન સરકારની સમન્વય સમિતિએ રવિવારે કોમન મિનિમમ પ્રોગ્રામની પુષ્ટિ કરી હતી જે સરકારના કાર્યો માટે આધારરૂપ હશે. આમાં કૃષિ ઋણ માફ કરવા સહિત ઘણા કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત આ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, આવનારા પાંચ વર્ષોમાં સિંચાઈ પર ૧.રપ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પત્રકારોને સંબોધિત કરતાં જેડી(એસ)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સમન્વય સમિતિના સભ્ય દાનિશ અલીએ કહ્યું હતું કે, ખેડૂતોનું દેવું માફ કરવા વિશે સંમતિ સધાઈ છે જેના વિશે મુખ્યમંત્રીના ભાષણમાં સ્પષ્ટતા થશે. ર૦૧૭ના છેલ્લા દિવસ પહેલાંના દેવાને માફ કરી દેવામાં આવશે. અલીએ કહ્યું હતું કે, અન્ય મુખ્ય કાર્યોમાં ર મિલિયન જેટલા નવા ઘરોનું નિર્માણ, રમત-ગમત વિશેની નવી નીતિ અને ૧૦ મિલિયન નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પાછલી સરકારની મુખ્ય યોજનાઓ પણ ચાલુ રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks