કાશ્મીરમાં પથ્થરમારો કરતા પ્રદર્શનકારો પર ગોળીબારી થતાં ૧૮ વર્ષીય દરજીનું મોત

(એજન્સી) બડગામ, તા.ર૧
બડગામ જિલ્લાના બિરવાહ ગામે સલામતી દળોએ પથરાવ કરી રહેલા યુવકો પર ગોળીબારો કરતાં ૧૮ વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજા કેટલાક ઘવાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બીરવાહ ખાતે રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ પથરાવ કરી રહેલા ટોળા પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારોમાં તન્વીર અહેમદ પાલા નામનો યુવક મોતને ભેટયો હતો. જ્યારે અહેમદ વાનીને ઈજા થઈ હતી. ઘાયલ વ્યક્તિને શ્રીનગર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. તેમ મેડિકલ સૂત્રોએ જણાવ્યું હતું. અલગાવવાદીઓએ ખીણમાં બંધની કરેલી હાકલ બાદ આ ઘટના બની હતી. ખીણમાં અલગાવવાદી નેતાઓ સૈયદ અલીશાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂક અને યાસીન મલેક દ્વારા બંધનું એલાન આપી યુનોના કાર્યાલય અને પાકિસ્તાનમાં યુનો કચેરી ખાતે ધરણા યોજી ખીણમાં આઝાદી માટે લડતાં યુવકોની ધરપકડ અને હત્યાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો. શ્રીનગરમાં બંધના આહવાનને જોતા ૬ પોલીસ મથકો વિસ્તારમાં પોલીસે ૧૪૪મી કલમ લગાવી સંચારબંધી લાદી હતી. શહેરમાં શાળા-કોલેજો પરિવહન સેવાઓ, ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. કાશ્મીર ખીણમાં ટ્રેન સેવા રદ કરાઈ હતી. અલગાવવાદી નેતા મીરવાઈઝ ફારૂકે ટ્‌વીટ કરી કહ્યું કે સંચારબંધી લાદી તંત્રએ વાયરસોની આડસ ઊભી કરી નેતાઓને કેદ કર્યા હતા. શાંતિપૂર્ણ દેખાવો સામે ધમકી મળી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks