કાશ્મીરમાં વિદેશી પત્રકારોને રિપોર્ટિંગ કરતાં શા માટે અટકાવવામાં આવે છે ? : ઓમર અબ્દુલ્લાનો વેધક પ્રશ્ન

(એજન્સી) શ્રીનગર, તા.ર
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ શું એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, સરકાર વિદેશી પત્રકારોને સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવાની મંજૂરી આપતા પણ ગભરાઈ છે. અમેરિકાના અગ્રણી અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ના ભારતના બ્યૂરો ચીફ એની ગોવેને ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, તેઓ એક મિત્રના લગ્ન સમારંભમાં સામેલ થવા કાશ્મીર ગયા હતા પણ તેઓ રિપોર્ટિંગ કરી શક્યા ન હતા કેમ કે, વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી હવે વિદેશી પત્રકારોને રિપોર્ટિંગ માટે વિશેષ મંજૂરી મેળવવી પડે છે. તેમણે ગત રર જૂને મંજૂરી માટે અરજી કરી હતી પણ બિનજરૂરી રીતે વિલંબ કરવામાં આવ્યો હતો.
આ મામલે ઓમર અબ્દુલ્લાએ પ્રશ્ન કર્યો હતો કે, શું કાશ્મીરની સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, આપણે વિદેશી પત્રકારોને સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવાની મંજૂરી આપતા પણ ગભરાઈએ છીએ. ભાજપની કાશ્મીર નીતિ અંગે વધુ એક સિદ્ધિ એ છે કે, તેના સહયોગી દળ પીડીપી દ્વારા નિરંતર ગુનાખોરીમાં સહાય કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks