કાશ્મીરમાં વિશેષ દૂતની નિમણૂક માટે પાકિસ્તાને યુનોને વિનંતી કરી

(એજન્સી) ન્યુયોર્ક, તા.રર
પાકિસ્તાને માગણી કરી છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભારત માનવીય અધિકારોનું હનન કરી રહ્યું છે ત્યારે યુનોએ કાશ્મીર માટે એક વિશેષ દૂતની નિમણૂક કરવી જોઈએ. બીજી તરફ ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીની યુનોમાં કરાયેલ પ્રવચનનો કડક શબ્દમાં પ્રતિકાર કરી કહ્યું છે કે, પાકિસ્તાન હવે ટેરરીસ્તાનમાં બદલાઈ ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીએ યુનોની મહાસભાને સંબોધતા કહ્યું કે ભારત તેમના દેશમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. તેમણે ચેતવણી આપી કે ભારતે જો નિયંત્રણ રેખા પાર કરવાની કોશિષ કરી તો પાકિસ્તાન વળતો જવાબ આપશે. વડાપ્રધાન અબ્બાસીએ યુનોમાં સંબોધન દરમિયાન કહ્યું કે ભારત સરહદ પર યુદ્ધ ભંગના મુદ્દે તેની જંગાલિયતને છૂપાવવા વિશ્વનું ધ્યાન બીજે દોરવવા માંગે છે. કાશ્મીરનો વિવાદ જલ્દીથી અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ પરંતુ ભારત શાંતિપ્રક્રિયા પાકિસ્તાન સાથે ઈચ્છતું નથી. તેથી અમે યુનોની સિક્યોરિટી કાઉન્સિલને અપીલ કરીએ છીએ કે તે જમ્મુ-કાશ્મીરના મુદ્દે યુનોના પ્રસ્તાવને લાગુ કરે. યુનોએ વિના વિરોધે એક પ્રસ્તાવ પસાર કરી યુનોના નિરીક્ષણ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં આત્મનિર્ણય કરવાના લોકોના અધિકાર અંગેનો જનમત મેળવે. તેના બદલે ભારતે કાશ્મીરમાં ૭ લાખ સેનાના જવાનો તૈનાત કરી કાયદેસરનો સંઘર્ષ કરતા કાશ્મીરી લોકોને કચડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ત્રાસવાદી સામેની લડત સામે કોઈ પ્રશ્નાર્થ હોઈ શકે નહીં. ૯/૧૧ના આતંકી હુમલા બાદ અલ-કાયદાને તોડી નાંખવા માટે પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનની સેનાએ આદિજાતિ વિસ્તારોમાં અભિયાન ચલાવી તમામ આતંકી જૂથોનો સફાયો કર્યો છે. અમે ત્રાસવાદીઓ સામે યુદ્ધ કર્યું. જેમાં ર૭ હજાર પાકિસ્તાની સહિત ૬પ૦૦ સેનાના જવાનોને ત્રાસવાદીઓએ શહીદ કર્યા. પ૦ હજાર પાકિસ્તાની નાગરિકો ઘાયલ થયા. ૧પ હજાર સૈનિકો અપંગ થયા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks