– નેહા દાભાડે
હાલમાં એમનેસ્ટી ઈન્ટરનેશનલ ઈન્ડિયાની વિરુદ્ધ દેશદ્રોહ અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી.એમનેસ્ટી ઈન્ટરનેશનલ ઈન્ડિયાએ કાશ્મીરના મુદ્દા પર એક ચર્ચાનું આયોજન કર્યું હતું, જેમાં કાશ્મીરી પંડિતો સહિત બધા પક્ષોના પ્રતિનિધિ આમંત્રિત હતા. આ ચર્ચા, એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા જમ્મુ-કાશ્મીરના અન્ય લોકોને ન્યાય અપાવવાના અભિયાનનો ભાગ હતો, જેને માનવાધિકારોનું ઉલ્લંઘન થયું છે. કાર્યક્રમમાં હાજર કાશ્મીરી પંડિતોએ ભારતીય સેનાની શાનમાં સૂત્રો લગાવ્યા, જેના પ્રત્યુત્તરમાં દર્શકોમાં હાજર કેટલાક યુવકોએ કાશ્મીરની આઝાદીના સૂત્રો બુલંદ કર્યા. એમનેસ્ટીએ એ સ્પષ્ટ કર્યું કે કાશ્મીરીઓને આત્મ નિર્ણયના અધિકાર મુદ્દે એમના સ્વયં કોઈ વિચાર નથી. પરંતુ સરકારનું કહેવું છે કે આ આયોજન ‘દેશદ્રોહ’ હતું. આ ઘટનાક્રમ પર મચેલી બબાલમાં એમનેસ્ટીનો તે રિપોર્ટ ક્યાંય ગુમ થઈ ગયો છે, જેમાં એમણે જમ્મુ-કાશ્મીરના નાગરિકોના દુઃખો અને પરેશાનીઓનો ખુલાસો કર્યો છે.
કાશ્મીર આ દિવસોમાં એક યુદ્ધ ક્ષેત્ર બનેલું છે. ત્યાં એક વધુ આતંકવાદી હિંસા કરી રહ્યા છે તો બીજી તરફ સેનાની ત્યાં મોટી સંખ્યામાં હાજરી છે. સેના આ આતંકવાદીઓની વિરુદ્ધ લડી રહી છે. સેના અને અન્ય આંતરિક સુરક્ષા દળો દ્વારા આમ નાગરિકો પર જે કડકાઈ કરાઈ રહી છે અને એમના માનવાધિકારોનું જે ઉલ્લંઘન થઈ રહ્યું છે, એના પર ઘણા સંગઠન અને વ્યક્તિ પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. એમનેસ્ટીના ર૦૧પમાં પ્રકાશિત એ રિપોર્ટનું શિક્ષક છે ‘ડિનાઈડ ફેલિયર્સ ઈન એકાઉન્ટેબિલિટી ઈન જમ્મુ એન્ડ કાશ્મીર’ (જમ્મુ-કાશ્મીરમાં જવાબદારી સ્વીકારમાં નિષ્ફળતાથી ઉન્કાર), આ રિપોર્ટમાં સુરક્ષાદળો દ્વારા માનવાધિકારોના ઉલ્લંઘન મામલામાં ન્યાય મેળવવા માટે પીડિતો અને એમના પરિવારોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ જે મુદ્દો ઉઠાવે છે, આમાંથી કેટલાક આ પ્રકારે છે :
રિપોર્ટની શરૂઆતમાં કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા કોઈ ભય વગર કરવામાં આવેલ માનવાધિકાર ઉલ્લંઘનોનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૯૦થી ર૦૧૧ના ર૧ વર્ષની સમયાવધિમાં રાજ્ય સરકારના આંકડા અનુસાર, ખીણમાં ૪૩,૦૦૦ લોકો હિંસામાં માર્યા ગયા. આમાંથી ર૧,૩ર૩ આતંકવાદી બતાવવામાં આવે છે, જેમને સુરક્ષાદળો દળોએ મારી નાખ્યા. તે સક્રિય આતંકવાદીઓનો શિકાર ૧૩,રર૬ નાગરિક બન્યા, જે કોઈપણ હિંસાત્મક ગતિવિધિમાં સામેલ નહોતા. સરકારી આંકડા અનુસાર પ,૩પ૯ સુરક્ષાકર્મી, આતંકવાદીઓના હાથે માર્યા ગયા અને ૩,૬૪ર નાગરિક સુરક્ષાદળોના હાથે.
સશસ્ત્ર દળ (વિશેષાધિકાર) અધિનિયમ ૧૯૯૦ જેવા કાયદાઓ દ્વારા સુરક્ષા દળોને અસાધારણ શક્તિઓ આપી દીધી છે, જેના લીધે તે કાનૂની હદોથી બહાર જઈને લોકોના જીવ લઈ રહ્યા છે અને માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
એએફએસપીની કલમ ૭ પ્રમાણે, કોઈપણ સુરક્ષાદળના સભ્યની વિરુદ્ધ નાગરિક અદાલતોમાં કેસ ચલાવવા માટે કેન્દ્રીય અને રાજ્ય સરકારની મંજૂરી અનિવાર્ય છે. રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર સુરક્ષાદળોને બળપ્રયોગ કરવાની ખુલી મંજૂરી મળી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં સેના વિરુદ્ધ જે ફરિયાદો કરવામાં આવી, આમાંથી ૯૬ ટકાને ‘જૂઠા અને પાયા વગરના’ અથવા ‘સૈન્ય દળોની છબિને ખરાબ કરવાનો પ્રયાસ’ બતાવીને નકારી દેવામાં આવી છે.
આ વ્યવસ્થાનું શું પરિણામ આવ્યું છે, જેનું એક ઉદાહરણ આપતો રિપોર્ટ કહે છે કે ૧૭ વર્ષીય જાવેદ અહમદ માગરે, ૩૦ એપ્રિલ ર૦૦૩ના રોજ પોતાના ઘેરથી ગુમ થઈ ગયા. એમના માતા-પિતાએ દરેક જગ્યાએ શોધખોળ કરી પરંતુ તે મળ્યો નહીં. એમના ઘરની બહારના ફૂટપાથ પર લોહીના ડાઘ હતા. નજીકના આર્મી કેમ્પના અધિકારીઓએ પહેલા તો જાવેદના માતા-પિતા અને પરિવારોએ પ્રશ્નોનો ગોળગોળ જવાબ આપ્યો. એ બાદ એમને જણાવવામાં આવ્યું કે જાવેદને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં એને સોરા મેડિકલ ઈન્સ્ટિટ્યુટમાં મૃત ઘોષિત કરી નાખવામાં આવ્યો. માતા-પિતાને પછીથી ખબર પડી કે જાવેદ, સેનાની સાથે એક મૂઠભેડમાં ઘાયલ થઈ ગયો હતો, અને સેનાનું એ કહેવું હતું કે તે આતંકવાદી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એ સામે આવ્યું કે જાવેદ આતંકવાદી નહોતો અને સેના એનાં મોતની પરિસ્થિતિ સંબંધમાં જે માહિતી આપી હતી, તે જૂઠી હતી. એના માતા-પિતાએ કેન્દ્રીય સુરક્ષા મંત્રાલય પાસે આફસ્પાની કલમ ૭ અંતર્ગત ગુનેગાર અધિકારીઓ પર કેસ ચલાવવાની મંજૂરી માગી. એક લાંબી રાહ જોયા બાદ ર૦૧રમાં રક્ષા મંત્રાલયથી એમને પોતાને વિનંતીપત્ર પ્રાપ્ત થયો, જેમાં કેસ ચલાવવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે ‘… જે વ્યક્તિ મરી ગઈ તે આતંકવાદી હતો અને એની પાસેથી હથિયાર અને શસ્ત્રો પ્રાપ્ત થયા હતા’.
દુર્ભાગ્યવશ, આ એવો એક માત્ર બનાવ નહોતો જેમાં કેસ ચલાવવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હોય. રક્ષા અને ગૃહ મંત્રાલય, જે ક્રમશઃ સેના અને આંતરિક સુરક્ષાદળોના કર્મચારીઓ પર કેસ ચલાવવાની મંજૂરી આપે છે અથવા તો એવી મંજૂરી આપવાનો ઈન્કાર કરી દે છે અથવા આવેદનો કોઈ કારણ બતાવ્યા વગર કોઈ ઉત્તર આપતા નથી.
આફસ્પાએ એ પ્રકારનો કાનૂન છે, જેનો ઉપયોગ અંગ્રેજો આપણા દેશમાં કરતા હતા. જેથી રાજ્ય દ્વારા કરવામાં આવતી હિંસાને કાનૂની પડકારો ના આપી શકે. સરકાર અને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા રચવામાં આવેલ ઘણી સમિતિઓ આફસ્પાએ અત્યંત સખત અને ભયંકર કાનૂન બતાવ્યો છે, જે સુરક્ષાદળોએ કોઈપણ કાનૂની પ્રક્રિયાનું પાલન કરે, લોકોના જીવ લેવાનો અધિકાર આપે છે. એવું ઘણી વખત કહેવામાં આવ્યું છે કે આફસ્પાના કારણે ખીણમાં હિંસાની સંસ્કૃતિએ પોતાના પગ ફેલાવી લીધા છે અને ત્યાં રાજ્ય સરકારની જવાબદારી અને પારદર્શિતાના સિદ્ધાંતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. વિભિન્ન સમિતિઓએ આ કાનૂનમાં ફેરફારથી લઈને એને રદ કરવા સુધીની ભલામણો કરી છે.
એમનેસ્ટી રિપોર્ટમાં જે એક અન્ય મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઊઠાવવામાં આવ્યો છે તે એ છે કે બધા કેસો સૈન્ય અદાલતોમાં ચલાવવામાં આવે છે તેથી નાગરિકોને આ નિર્ણયોની વિરુદ્ધ અપીલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી. ભારતનું બંધારણ, સૈન્ય અદાલતો દ્વારા આપવામાં આવેલા નિર્ણયોને સુપ્રીમ કોર્ટથી બહાર રાખે છે. આ કારણે, સૈન્ય કોર્ટોના નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાતો નથી.
સૈન્ય અને સુરક્ષાદળો પર લગાવવામાં આવેલ બળજબરીના આરોપીની તપાસ એમના દળોના અધિકારીઓ કરે છે. જાહેર છે કે આ તપાસ નિષ્પક્ષ થઈ શક્તી નથી. આંતરરાષ્ટ્રીય કાનૂન અંતર્ગત કોઈપણ ગુનાની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કરવી જોઈએ અર્થાત એવી એજન્સી દ્વારા, જેના પર કથિત અપરાધમાં સામેલ હોવાનો આરોપ ના હોય. ભારતીય સેનાના માનવાધિકાર સેલ અનુસાર, ર૦૧૧ સુધી સેનાની વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનની ફરિયાદોમાંથી ૯૬ ટકા નકારી દેવામાં આવી છે. સેનાના જણાવ્યા અનુસાર, ૧૯૯૩થી ર૦૧૧ સુધી એને માનવાધિકાર ઉલ્લંઘનની ૧,પ૩ર ફરિયાદો મળી (૯૯પ જમ્મુ-કાશ્મીરથી, ૪૮પ ઉત્તર-પૂર્વીય રાજ્યોથી અને પર અન્ય રાજ્યોથી) આમાંથી ૧,પ૦૮ની તપાસ કરવામાં આવી અને ર૦૧૧ સુધી ર૪ મામલાની તપાસ બાકી હતી. જમ્મુ-કાશ્મીરથી પ્રાપ્ત ૯૯પ ફરિયાદોમાંથી ૯૮૬ની તપાસ કરવામાં આવી અને ૯ ફરિયાદો બાકી હતી. સેનાનું કહેવું છે કે એણે ૯૮૬માંથી ૯૬૧ ફરિયાદોને ખોટી અને આધારહીન ગણી. જે રપ મામલાઓમાં ફરિયાદો યોગ્ય ગણાવી એમાંથી ૧ર૯ સૈન્યકર્મીઓ દોષિત ગણાવ્યા અને સજા આપવામાં આવી.
રિપોર્ટમાં સૈન્ય ન્યાય વ્યવસ્થાની ઊણપોને ઉજાગર કરવામાં આવી છે. સેનામાં ચાર પ્રકારના કોર્ટ માર્શલ હોય છે : જનરલ કોર્ટ માર્શલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ માર્શલ, સમરી જનરલ કોર્ટ માર્શલ અને સમરી કોર્ટ માર્શલ. આ બધા કોર્ટ માર્શલોના સભ્ય સેનાના અધિકારી હોય છે અર્થાત તે પોતાના કામ સ્વતંત્રતાપૂર્વક કરી શકતા નથી. કોર્ટ માર્શલ કાર્યવાહીઓના બંધારણના અનુચ્છેદ ૩ર અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને અનુચ્છેદ રર૬ અંતર્ગત ઉચ્ચ ન્યાયાલયો દ્વારા ન્યાયિક સમીક્ષા કરવામાં આવે છે. સિદ્ધાંતઃ કોર્ટ માર્શલના કોઈપણ નિર્ણયને અનુચ્છેદ ૩ર અથવા રર૬ અંતર્ગત રિટ અરજી દાખલ કરીને પડકારી શકાય છે. પરંતુ અત્યાર સુધી એક પણ જાણીતો મામલો નથી, જેમાં જમ્મુ-કાશ્મીરના કોઈ નાગરિકે રીટ અરજી દાખલ કરી કોર્ટ માર્શલના નિર્ણયને પડકાર્યો હોય.
સૈન્ય અદાલતોએ સ્વતંત્રતાપૂર્વક કાર્ય ના કરી શકવાના જે પરિણામ આવે છે, એનું વિવરણ આપતા રિપોર્ટમાં મુશ્તાકનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. મુશ્તાક અહમદ હજ્જામ, શ્રીનગરના નોહાટાથી ૧૭ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ એક સ્થાનિક મસ્જિદમાં નમાઝ પઢીને પરત આવી રહ્યા હતા ત્યારે એના પર સીઆરપીએફના એક સૈનિકે ગોળી ચલાવી દીધી. તે ગંભીરરૂપથી ઘાયલ થઈ ગયો. પરિવારજનોએ એફઆઈઆર નોંધાવી. સીઆરપીએફે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, જવાને ‘આત્મરક્ષા’માં ગોળી ચલાવી હતી. પોલીસને પોતાની તપાસમાં એ જાણવા મળ્યું કે સૈનિકની વિરુદ્ધ સૈન્યબળ (જમ્મુ-કાશ્મીર) વિશેષાધિકાર અધિનિયમની કલમ-૭ અંતર્ગત કેસ ચલાવવા માટે પર્યાપ્ત આધાર છે. પોલીસના આ પરિણામ પર પહોંચવામાં ૬ વર્ષ લાગી ગયા. પરંતુ સીઆરપીએફની કોર્ટ ઓફ ઈન્કવાયરી અને ભારત સરકાર એ કહેતી રહી કે આરોપીની વિરુદ્ધ કોઈ અપરાધિક મામલો ચલાવી શકાતો નથી અને એ પણ કે મામલાની સુનાવણી નાગરિક અદાલત કરી શકતી નથી. મુશ્તાકનો પરિવાર આજે પણ ન્યાય મેળવવાની રાહ જોઈ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, સેના અને કેન્દ્રીય સુરક્ષાદળોની બળજબરીનો શિકાર લોકોના ન્યાય મેળવવાના માર્ગમાં પહેલી અડચણ હોય છે પોલીસની ફરિયાદ નોંધવામાં આનાકાની. જો ફરિયાદ નોંધવામાં આવે ત્યારે પણ પોલીસ અદાલતો દ્વારા આદેશ આવવા સુધી કોઈ કાર્યવાહી કરતી નથી. અદાલતોમાં મામલો લાંબો ખેંચાય છે. સેના અને સુરક્ષાદળ, પોલીસની તપાસમાં સહયોગ કરતા નથી. એમના સભ્ય પૂછપરછ માટે હાજર હોતા નથી અને ના પોલીસના હથિયારો અને શસ્ત્રો અને સુરક્ષા કર્મીઓની ઉપસ્થિતિના સ્થાનો પર સંબંધિત રેકોર્ડ ઉપલબ્ધ કરવામાં આવે છે. એના કારણે લોકોને ન્યાય મળતો નથી.
કાશ્મીરમાં જે સ્થિતિ છે, એનો સૌથી મોટો શિકાર એ લોકોનો પરિવાર છે જે અચાનક ગુમ થઈ જાય છે અથવા સુરક્ષાદળો દ્વારા જેને મારી નાખવામાં આવે છે. એમના પ્રકરણોની તપાસની પ્રગતિના સંબંધમાં પરિવારજનોને કોઈ જાણકારી આપવામાં આવતી નથી. પોલીસ અધિકારી હંમેશા એમને મળવાનો ઈન્કાર કરી દે છે. આ ઉપરાંત એમને આર્થિક હેરાનગતિ પણ ઊઠાવવી પડે છે. હંમેશા સુરક્ષાદળોના હાથે મરી જનાર વ્યક્તિ પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હોય છે. વળતર મેળવવાની પ્રક્રિયા ઘણી કઠિન અને લાંબી છે. સંબંધિત અધિકારીઓ દ્વારા દબાણ બનાવવામાં આવે છે કે વળતરના બદલે પરિવારને પોતાની ફરિયાદ પરત લેવી પડશે. ઘણા લોકો આ સિવાય, આર્થિક સહાયતા મેળવવા એક શરત એ છે કે મૃત વ્યક્તિને આતંકવાદીઓ સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ. આ આરોપને ખોટો સાબિત કરવો બહુ મુશ્કેલ હોય છે. આ સિવાય સહાયતા મેળવવા માટે મૃતકના મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવું અનિવાર્ય હોય છે. આ મૃત્યુ પ્રમાણપત્ર એવી સ્થિતિમાં બની શકતું નથી જ્યારે વ્યક્તિ ગુમ થઈ જાય છે અને એની લાશ મળતી નથી. કાનૂન કોઈ વ્યક્તિને મૃત ત્યારે ઘોષિત કરે છે જ્યારે તે ઓછામાં ઓછા સાત વર્ષથી ગાયબ હોય.
(સૌ. : કોમી ફરમાન)