
(એજન્સી) શ્રીનગર, તા.રપ
દક્ષિણ કાશ્મીરમાં કહેવાતા એક વણ ઓળખાયેલા બંદૂકધારીએ ૧ કેબલ ઓપરેટર, ૧ આર્ટસ્ટુડંટ અને પીડીપીના ૧ કાર્યકરની ગોળી મારી હત્યા કરી હતી. ૧૮ ઓગસ્ટના રોજ પીડીપીના કાર્યકર્તા મોહંમદ ઈસ્માઈલની હત્યા કરાઈ હતી. ર૦ ઓગસ્ટે ર૪ વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો જ્યારે તેજ સાંજે હીલાલ મલિક નામના ૩ર વર્ષના કેબલ ઓપરેટરની બંદૂકધારીએ હત્યા કરી, ૧૯૮૯થી ખીણમાં આતંકવાદ શરૂ થયા બાદ પહેલીવાર અજાણ્યા બંદૂકધારી દ્વારા ચમત્કારીક રીતે ભય ફેલાવાઈ રહ્યો છે. પોલીસના રેકોર્ડ મુજબ દ.કાશ્મીરમાં આ વર્ષે ર૩ નાગરિકો વણ ઓળખાયેલા હુમલાખોરનો ભોગ બન્યા છે.
કોણ જાણે છે કે તેની
હત્યા શા માટે થઈ ?
શોપિયાન જિલ્લામાં હત્યાઓથી ભય પ્રસર્યો છે. હત્યારા કે હત્યાનો ભોગ બનનારા જાણતા નથી કે તે શા માટે હત્યા કરે છે અને હત્યા પામનાર શા માટે મોતને ભેટે છે. તેમ ફયાઝ અહેમદ મલિકે જણાવ્યું હતું. શોપિયામાં હીલાલ અહેમદ મલિકની અજાણ્યા શખ્સે હત્યા બાદ લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. હત્યા બાદ કોઈએ બંધનું આહ્વાન ન આપ્યું હોવા છતાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
મલિકના ઘરે લોકો શોક મનાવવા એકઠા થયા હતા ત્યારે મલિકની હત્યા અંગે કોઈ જવાબ ન હતો કે કોણે અને કેમ હત્યા કરી. ભાઈ પરવેઝ ભારે વિલાપ કરતો હતો. ૩ વર્ષનો પુત્ર પૂછે છે કે બાબા ક્યાં છે ? રવિવારે કેબલ ઓફિસ સામે ઘર નજીક મલિક અને તેનો ભાઈ ઝૂલા ખાઈ રહ્યા હતા ત્યારે અંધારામાં બુરખાધારી હુમલાખોરો દેખાયા હતા. તેમાંના એક હુમલાખોરે પિસ્તોલથી ફાયર કરી ક્ષણવારમાં પલાયન થઈ ગયો અને મલિકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું. શા માટે હુમલો કરાયો ? તે ખબર પડી નહીં, શું તે ખબરી હતો?
બીજા બનાવમાં નગબાબ વિસ્તારમાં ગૌહર રહીમદાર (પ્રથમ વર્ષ) કોલેજનો વિદ્યાર્થી બસ સ્ટેન્ડ પર મોબાઈલ પર વાત કરતો હતો ત્યારે તેને અજાણ્યા શખ્સે બંદૂકથી ઠાર કર્યો. તેનો મૃતદેહ નર્સરીમાંથી મળ્યો. તેમના ઘરે વડીલભાઈ મોહંમદ ઈસાકને મળવા સગાઓ દોડી આવ્યા. તેની હત્યા કેમ થઈ તે રહસ્ય રહ્યું.
આ હુમલાઓ બાદ સલામતી દળો અને ત્રાસવાદીઓ એકબીજા સામે આંગળી ચીંધી રહ્યા છે. પોલીસે હત્યાઓ બાદ દાવો કર્યો છે કે તેણે આ વિસ્તારમાં કામ કરતું એક અલગાવવાદી ત્રાસવાદી જૂથને ઓળખી કાઢ્યું છે. તે માટે હિઝબુલ મુઝાહિદીન ઝૂબેર તૂરે અને ઉમર વાઈકને હત્યા માટે જવાબદાર ઠેરવી પકડી લેવાયા હતા. જ્યારે વસીમશાહ અને નઝમીદાર લશ્કરે તોઈબાના કાર્યકરોને ગૌહર રહીમદારની હત્યા માટે આરોપી તરીકે ગણાવ્યા છે. ભોગ બનનાર આ ઘર પાસે રહેતા હિઝબુલના તૂરે અને નઝીમદાર લશ્કરે તોઈબાના કાર્યકરોને જોડાતા પહેલાં તેની સાથે અંગત વેરવૃત્તિ નકારી શકાય નહીં તેમ પોલીસે કહ્યું હતું. દારની હત્યા પાછળ હિઝબુલે તેના હાથનો ઈન્કાર કર્યો હતો. સલામતી દળો હત્યાઓ ત્રાસવાદીઓના શિરે નાંખી દેવાની આદત ધરાવે છે. પોલીસ કહે છે કે ગુનાખોર ગેંગ આ હત્યાઓ કરી રહી છે. માલિક અને પેરીની હત્યા અંગે હિઝબુલના પ્રવક્તાએ ચુપકિદી સાધી હતી.