નવી દિલ્હી,તા.૯
ઉત્તર પ્રદેશમાં વિકાસ પરિયોજનાઓનો શ્રેય લેવાની હોડમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે નોઈડામાં સેમસંગ પ્લાન્ટને પોતાના પ્રયાસોનું પરિણામ ગણાવ્યું છે. નોઈડામાં સેમસંગ કંપની વિશ્વનો સૌથી મોટો મોબાઈલ પ્લાન્ટ ફોન ઉત્પાદક પ્લાન્ટ તૈયાર કરી રહી છે. તેનું ઉદ્દઘાટન કરતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન નોઈડા આવી રહ્યા છે.
અખિલેશ યાદવે એક ટિ્વટ કરીને કહ્યું, રાજ્યમાં દુનિયાનો જે સૌથી મોટો મોબાઈલ ફોન પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે તેની શરૂઆત અમે ૨૦૧૬માં સેમસંગ કંપનીએ દરેક અનુમતિ લઈને કરી હતી. તેમણે ભાજપા સરકાર પર બીજાના કામોનો શ્રેય લેવાનો આરોપ લગાવ્યો હતો અને તેને કેંચીવાળી સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું, આ ‘કેંચીવાળી સરકાર’ અથવા તો સામાજિક સૌહાર્દના રીબીન કાપી રહી છે અથવા તો અમારા કામોના ઉદ્દઘાટનના દોરી.
પોતાની વાતના સમર્થનમાં અખિલેશે ૧૭ ઓક્ટોબર ૨૦૧૬એ એક જૂની ટિ્વટને રિટિ્વટ પણ કરી હતી. તેમાં તે સેમસંગ કંપનીના અધિકારીઓની સાથે દેખાઈ રહ્યા છે. સાથે તેમને લખ્યું કે, અમારી ઔદ્યોગિક નીતિના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં પોતાના પ્લાન્ટના વિસ્તાર માટે ૨૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ પર હું સેમસંગને શુભેચ્છા પાઠવું છું.
અગાઉ પણ એવા ઘણા મોકા આવ્યા છે જ્યારે ભાજપા સરકાર દ્વારા કોઈ પરિયોજનાના ઉદ્દઘાટન પહેલા અખિલેશ તેને પોતાના પ્રયાસોનું પરિણામ ગણાવી ચૂક્યા છે.