કઠુઆ કેસ : એફએસએલના સીલ બંધ કવરમાંથી મુખ્ય પુરાવાઓ રૂપ પીડિતાના વાળના અવશેષો ગુમ થયા

(એજન્સી) તા.૧૭
કઠુઆ બળાત્કાર હત્યા કેસની ટ્રાયલ ચાલી રહી છે. એ દરમિયાન ખૂબ જ રહસ્યમય ઘટના બની છે. એફએસએલના સીલબંધ કવરમાં પીડિતાના વાળના અવશેષો હતા એ કવરને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો પણ એ કવર ખાલી નીકળ્યું હતું.
મળતા અહેવાલો મુજબ એફએસએલના સાત સ્ટેમ્પ ધરાવતો કવર કોર્ટ સમક્ષ જે.કે. પોલીસની ક્રાઈમ બ્રાચે પઠાણકોટની સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જે ખાલી નીકળતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. સીટએ મેળવેલા પીડિતાના વાળનું ડીએનએ ટેસ્ટ એફએસએલમાં કર્યું હતું જ્યારે કવરને કોર્ટમાં જજ સમક્ષ મૂકાયું ત્યારે જજે એને ખોલવાનો નિર્દેશ કર્યું. એની અંદર બીજા ચાર નાના કવરો હતા જેમાંથી ત્રણ ખાલી જણાયા હતા. છેલ્લે ચોથો કવર ખોલવામાં આવ્યું જેમાં પણ એક ખાલી કાગળ જ હતો અને ખાલી હતો. આ ઘટના પછી બચાવ પક્ષના વકીલે કહ્યું કે, એફએસએલએ ડીએનએ ટેસ્ટ કર્યા પછી કવર ‘સીટ’ને પાછું મોકલ્યું હતું. જે ખાલી નીકળ્યું છે, આ ઘટના ફરિયાદ પક્ષ માટે ચિંતાનો વિષય છે. જમ્મુના કઠુઆમાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ૮ વર્ષીય બાળકી ઉપર બળાત્કાર કરાયા પછી ઘાતકી હત્યા કરાઈ હતી જેનાથી દુનિયાભરમાં રોષ ફેલાયો હતો.
આ ઘટનાના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડતા ભાજપે પીડીપીની જમ્મુ-કાશ્મીર સરકારમાંથી સમર્થન પાછું ખેંચતા સરકાર ગબડી પડી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks