કઠુઆ બળાત્કાર કેસ : બચાવ પક્ષે ગુનાનો મુદ્દો બાજુમાં મૂકી ઈસ્લામમાં દત્તક પ્રથા અને પાલક પિતા બાબત પ્રશ્નો કર્યા !!!

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૯
જમ્મુના કઠુઆમાં ૮ વર્ષીય બાળકી ઉપર કરાયેલ બળાત્કાર અને હત્યા કેસની ટ્રાયલ શરૂ થઈ છે. ફરિયાદ પક્ષ બાળકીના જૈવિક પિતાને રજૂ કરી શકે છે.
જો કે હજુ સ્પષ્ટ નથી કે ફરિયાદ પક્ષ એમને સાક્ષી તરીકે રજૂ કરે છે કે કેમ. આ કેસના રર૧ સાક્ષીઓ છે. જેમાં એમનું નામ પણ છે પણ બચાવપક્ષે બાળકીના પાલક પિતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. ઉલટ તપાસમાં હકીકત બહાર આવી હતી કે પીડિત બાળકીના પિતા પાલક પિતા છે અને નહીં કે જૈવિક પિતા.
જુબાની દરમિયાન એમણે જણાવ્યું હતું કે, જ્યારે બાળકી ૬ મહિનાની હતી ત્યારથી એમનું પાલન એમણે કર્યું હતું. એક અકસ્માતમાં એમના ત્રણ સંતાનોના મૃત્યુ પછી બાળકીને એમના માતા-પિતા પાસેથી દત્તક લીધી હતી.
જુબાની દરમિયાન એક હકીકત બહાર આવી હતી કે આ ઘટના પછી બાળકીના જૈવિક પિતા અથવા અન્ય કોઈ પણ બાળકીનો મૃતદેહ લેવા પોલીસમાં આવ્યો ન હતો.
બચાવ પક્ષે દાવો કર્યો છે કે પાલક પિતાએ આ પ્રકારની મહત્ત્વપૂર્ણ હકીકત કેમ છુપાવી હતી.
જો કે કોર્ટે નોંધ્યું કે, બાળકીના દત્તક લેવાના પ્રશ્નને ગુના સાથે કઈ ખાસ લેવા દેવા નથી. કારણે કે ટ્રાયલનો મુખ્ય મુદ્દો બળાત્કાર અને હત્યા જ છે.
પણ હવે બચાવ પક્ષ મુખ્ય ગુનાને બાજુમાં રાખી દત્તક અને પાલક પિતા બાબત પ્રશ્નો ઊભા કરી એની ઉપર ચર્ચા કરી રહ્યો છે. બચાવ પક્ષે પાલક પિતાને બાળકીની જન્મતારીખ બાબત પૂછતા એમણે કહ્યું હતું કે, મને ખબર નથી કારણ કે બાળકી એમની પોતાની નથી પણ દત્તક લેવાયેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks