National

ટોળાકીય હત્યાઓ ‘કાયદાના શાસન’ની સંપૂર્ણપણે નિષ્ફળતા : નિવૃત્ત CJI

(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. ઠાકુરે કહ્યું કે, નિર્દોષ લોકોની હત્યાઓ ટોળાઓ કરી રહ્યા છે એ હકીકત કાયદાના શાસનની નિષ્ફળતા બતાવે છે. બંધારણ અને કાયદાનું શાસન સ્થાપવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર આવશ્યક છે. હાલના સમયમાં એની ખૂબ જ જરૂર છે જ્યારે આપણા દેશમાં ટોળાકીય હત્યાઓમાં અતિશય વધારો જોવા મળે છે. નિવૃત્ત સીજેઆઈ પૂર્વ કાયદાપ્રધાન વીરપ્પા મોઈલીના પુસ્તકના વિમોચન સમારોહમાં બોલી રહ્યા હતા. એમણે કહ્યું હાલમાં અમે પ્રત્યેક દિવસે ટોળાકીય હત્યાઓના સમાચારો સાંભળી રહ્યા છે. આ કાયદાના શાસનની સંપૂર્ણ નિષ્ફળતા છે. જો ટોળું કાયદો પોતાના હાથમાં લે અને પોતે જ ન્યાય તોળે તો પછી એ કયા પ્રકારના કાયદાનું શાસન કહેવાશે. જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એમને ન્યાય સમક્ષ લાવવો જોઈએ. પ્રથમ દર્શનીય રીતે પણ આપણો દુશ્મન હોય તો એમને પણ કોર્ટ સમક્ષ લાવવો જોઈએ. એમણે મુંબઈ હુમલાની આરોપી કસાઈનો દાખલો આપતા કહ્યું કે, બધા તે ખબર હતી કે એ ગુનેગાર છે. તેમ છતાંય એની સામે કેસ ચલાવી એને ફાંસી અપાઈ હતી. જો અમે પણ એમને મુંબઈમાં ટોળાંને સોંપ્યું હોત તો શું થયું હોત. પણ અમોએ આમ નથી કર્યું કારણ કે અમે કાયદાના શાસનમાં માનીએ છીએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.