કાયદાને આધિન પાડાની કુરબાની કરતા શખ્સ સામે ખોટો કેસ કરતા પ્રચંડ રોષ

કીમ,તા.૪
બકરી ઈદના દિવસે કોસંબામાં પોતાના ઘરે વાડામાં પરદો નાંખી કુરબાની કરી રહેલ શખસને અટકાવી કુરબાની ન કરવા દઈ ઉપરાંત ખોટો કેસ કરતા મુસ્લિમ સમુદાયમાં પોલીસની કામગીરી સામે પ્રચંડ રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા સુરત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભારત દેશમાં રહેતા તમામ નાગરિકને બંધારણે બક્ષેલા અધિકાર પ્રમાણે તેમની મરજી મુજબ રહેણીકરણી, ખાવા-પીવાનો અધિકાર છે. જે અંગે બંધારણમાં અનેક છુટછાટો આપેલી છે. જેમાં મુસ્લિમો દ્વારા બકરી ઈદના દિવસે સરકારના કાયદા મુજબ ગૌવંશ સિવાય ઘેટા-બકરા અને પાડાની કુરબાની કરવાનો અધિકાર છે તેમ છતાં કોસંબા ખાતે રહેતા ઈકબાલ યુસુફ ઘડિયાળી ઈદના દિવસે પોતાના ઘરના વાડામાં પડદો નાંખી પાડાની કુરબાની કરતા કોસંબા પોલીસે ત્યાં પહોંચી જઈ તેમને પવિત્ર ધાર્મિકવિધિ કરતા અટકાવ્યા. તદઉપરાંત પશુ સંરક્ષણ ધારા હેઠળ વિવિધ કલમો નોંધી તેમને પકડી લઈ ખોટો કેસ કરતા મુસ્લિમ સમુદાયમાં પ્રચંડ રોષની લાગણી વ્યાપી જવા પામી છે અને પોલીસની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે જમિયતે ઉલમાએ હિન્દ ગુજરાત રાજય વિભાગીય જમિયત માંગરોળ દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા તથા મામલતદારને આવેદન પાઠવીને ઈકબાલભાઈને પાડાની કુરબાની કરતા અટકાવી, ધાર્મિક લાગણી દુભાવનાર કોસંબા પોલીસના જવાબદાર પોલીસ કર્મીઓ સામે તાત્કાલિક પગલાં ભરવા અને કરાયેલ ખોટો કેસ રદ કરવા માગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks