યુજીસીના સ્થાને નવા ઉચ્ચ શિક્ષણ નિયામકની માંગ કરતા કાયદાનો મુસદ્દો ઘડાયો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધરખમ સુધારા કરવાની તૈયારીના ભાગરૂપે મોદી સરકારે યુજીસીની જગ્યાએ ઉચ્ચ શિક્ષણ કમિશન એટલે કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા લાવવાનું નક્કી કર્યુ છે. મીનીમમ ગવર્મેન્ટ, મેકસીમમ ગવર્નન્સની નીતિ હેઠળ માનવ સંશાધન વિકાસ મંત્રાલયે નવા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા લાવવાનો મુસદો તૈયાર કરી લીધો છે. જે યુજીસીની જગ્યા લેશે. મંત્રાલયે જણાવ્યુ છે કે, ટૂંક સમયમાં જ આ બાબતને લગતી વિગતો જાહેર કરવામાં આવશે. વિભાગે ૭ જુલાઈ સુધીમાં આ અંગે લોકો પાસે સૂચનો માગ્યા છે. સરકારે દાવો કર્યો છે. આ નવી સંસ્થા ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુ સ્વાયતતા આપશે. સરકારનું આ પગલુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં વિદેશી નિવેશને પરવાનગી આપવાને લઈને લગાવવામાં આવતા કયાસો વચ્ચે આવ્યુ છે.
આ પગલાનો રાજકીય વિરોધ પણ થઈ શકે છે કારણ કે વિપક્ષ સતત આરોપ લગાવે છે કે, સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સાર્વજનિક ફંડીંગને ઘટાડી દીધુ છે અને તેને પ્રાઈવેટ સેકટરને ચલાવવાની દિશામાં વધુ એક પગલા વધાર્યુ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય એઆઈસીટીઈ અને યુજીસી બન્નેને ભંગ કરી નવુ ઉચ્ચ શિક્ષણ સશકિતકરણ વિનિયમન એજન્સીની રચના કરી નવા નિયમો સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે. યુજીસી એકટ ૧૯૫૧ હવે ભૂતકાળ બનશે. આ નવુ કમિશન એક પેનલને સત્તા આપશે કે જે નિયમનો ભંગ કરનાર સંસ્થાઓને બંધ કરવા, જરૂર પડે દંડ કરવા અને ૩ વર્ષની સજાની જોગવાઈઓ પણ આપી શકશે. આવી રહેલા ચોમાસા સત્રમાં હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા ૨૦૧૮ને લાવવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks