(એજન્સી) ભોપાલ, તા.૧૩
થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકાર દ્વારા કમ્પ્યુટરબાબા સાથે પાંચ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો અપાયો હતો હવે સરકારે ગૌ સંરક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્વામી અખિલેશ્વરાનંદને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો છે. આ નિર્ણયથી સરકાર હવે ધાર્મિક અને સમાજના સંતો દ્વારા રાજકીય વાતાવરણ બનાવી રહી છે. આ પહેલાં જે સંતોને મંત્રીપદ અપાયો હતો ત્યારે સરકારની ટીકા થઈ હતી. જે સંતોને મંત્રીપદ અપાયો હતો એ સરકાર વિરૂદ્ધ નર્મદા કૌભાંડ રથયાત્રા કાઢવા વિચારી રહ્યા હતા. એ પછી સરકારે એમને મનાવવા માટે નર્મદા નદી માટે જન જાગરૂકતા અભિયાન ચલાવવા માટે એક સમિતિ બનાવી હતી. જેમાં પાંચ સભ્યો હતા. બધાને મંત્રીઓનો દરજ્જો અપાયો હતો. હવે સ્વામી અખિલેશ્વરાનંદને કેબિનેટ મંત્રીનો દરજ્જો અપાયો છે. અખિલેશ્વર નર્મદા સંરક્ષણ પેનલમાં સાધુઓથી નારાજ હતા. મીડિયા રિપોર્ટ મુજબ જે પાંચ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો અપાયો હતો એમનામાંથી જ કમ્પ્યુટરબાબા અને યોગેન્દ્ર મહંતને નર્મદા સંરક્ષણ માટે પેનલમાં સામેલ કરાયું હતું. આ વાતથી અખિલેશ્વરાનંદ નારાજ હતા. એમના મતે બંને સાધુઓ વિવાદીત હતા. સ્વામી અખિલેશ્વરાનંદ પોતાના અટપટા નિવેદનોથી મથાળાઓમાં રહે છે. એમણે કહ્યું હતું કે, ત્રીજો વિશ્વયુદ્ધ ગાય ઉપર થશે અને ૧૮પ૭ની ક્રાંતિ પણ ગાયના લીધે થઈ હતી.