કેદીએ પેરોલ પાર છૂટ્યા બાદ વચગાળાના જામીન મેળવવા હાઈકોર્ટમાં ખોટું મેડિકલ સર્ટી મૂક્યું

અમરેલી,તા.૨૫
અમરેલીમાં ૨૦૧૦માં હત્યાના ગુનામાં રાજકોટ મધ્યસથ જેલમાં આજીવન કેદનીસજા ભોગવતો કેદી પોતાની પુત્રીની સગાઈના પ્રસંગે પેરોલ ઉપર છૂટયા બાદ હાજર નહિ થઇ વચગાળાના જમીન મેળવવા હાઇકોર્ટમાં મેડિકલ સર્ટીના આધારે અરજી કરતા હાઇકોર્ટે સર્ટિફિકેટ વેરીફાઈ કરવા અમરેલી પોલીસને મોકલતા સર્ટિફિકેટ બોગસ હોવાનું ખુલતા કેદી સામે અમરેલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી હજુ ૨૦ દિવસ પેહલાજ આ આરોપીએ અમરેલીના એક વેપારીને છરી મારી તેની પાસે જામીન મેળવવાના પૈસા માંગ્યા હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીમાં ૨૦૧૦ની સાલમાં હત્યાના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો ભરત નાનુભાઈ હુદડ નામનો કુખ્યાત આરોપી ગત તા.૧૫/૬/૨૦૧૮થી ૨૫/૬/૨૦૧૮સુધી તેની પુત્રીની સગાઇ પ્રંસગ હોવાથી પેરોલ જામીન મેળ્યા હતા અને તા.૨૬/૭/૨૦૧૮ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હોઈ પરંતુ આરોપી હાજર થયેલ નહિ અને અમદાવાદ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે મેડિકલ સારવાર માટે મેડિકલ સર્ટિફિકેટ મુકેલ અને તે મેડિકલ સર્ટિફિકેટ અમરેલી નવજીવન હોસ્પિટલનું હોવાથી હાઇકોર્ટે અમરેલી વેરીફાઈ કરવા મોકલતા અમરેલી સીટી પીએસઆઇ એમ એચ જેતપરીયાએ આ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા આ સર્ટી નવજીવન હોસ્પિટલનું નહિ હોવાનું અને ડોક્ટર હિતેશ પટેલ નામના ડોક્ટરે આપેલ ના હોવાનું તપાસમાં ખુલતા,
અમરેલી પોલીસે હાઇકોર્ટમાં નેગેટિવ રિપોર્ટ આપી આ સર્ટી ખોટું હોવાનો રિપોર્ટ આપતા આરોપીના વકીલે આ રિપોર્ટના આધારે અરજી પરત ખેંચી ભરત નાનું હુદડની જમીન અરજી કોર્ટે રદ કરી હતી. ઓપી ભરત હુદડ એ ખોટા મેડિકલ સર્ટીના આધારે વચગાળના જામીન મેળવવા સર્ટિફિકેટને સાચા તરીકે ઉપયોગમાં લેતા તેની સામે અમરેલી સીટી પોલીસમાં ગુનો નોંધ્યો હતો આરોપી ભરત હુદડ એ હજુ ૨૦ દિવસ પહેલાજ અમરેલીના એક વેપારીને છરી મારી તેની પાસેથી જામીન મેળવવા પૈસા માંગેલ હતા જે અંગે સીટી પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks