જમ્મુ-કાશ્મીરે પબ્લિક સેફ્ટી એકટમાં સુધારો કર્યો, કેદીઓને હવે રાજ્ય બહાર પણ રાખી શકાશે

(એજન્સી) શ્રીનગર, તા.૩
જમ્મુ-કાશ્મીર સરકારે પબ્લિક સેફ્ટી એકટમાં સુધારો કર્યો છે. આ કાયદામાં જોગવાઈ હતી કે રાજ્યના કેદીઓને રાજ્યની બહારની જેલમાં મોકલવામાં નહીં આવશે. હવે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ કેદીઓને અન્ય રાજ્યોની જેલમાં પણ મોકલી શકાશે. આ કાયદા હેઠળ ધરપકડ કરાયેલ કેદીઓને અન્ય રાજ્યમાં મોકલી શકાશે. નેશનલ કોન્ફરન્સે કહ્યું કે, આ સુધારાથી કાશ્મીરમાં ફરીથી વિવાદો સર્જાશે.
રાજ્યપાલ એન.એન.વોરાની આગેવાની હેઠળ મળેલ કાઉન્સિલની મીટિંગમાં આ નિર્ણય ૧૧મી જુલાઈએ કરવામાં આવ્યો હતો.
આ સુધારાથી કાશ્મીરના લોકોમાં ચિંતા જણાય છે ખાસ કરીને એવા કુટુંબોમાં જેમના સભ્યોની ધરપકડ આ કાયદા હેઠળ કરવામાં આવી છે.
હુર્રિયત કોન્ફરન્સે આ સુધારાને અત્યાચારી ગણાવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks