(એજન્સી) નવી દિલ્હી, તા.૧
દિલ્હીની તિહાર જેલમાં કાશ્મીરી કેદીઓ પર થઈ રહેલ ઘાતકી હુમલાના મામલે જોઈન્ટ રેસિસ્ટન્સ લીડરશીપ (જેઆરએલ)ના આહ્વાન પર અલગતાવાદી નેતા અને કાર્યકર્તાઓએ નોવાહાટા ચોક ખાતે હડતાળ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જેઆરએલના પ્રવકતાએ જણાવ્યું કે, કાશ્મીરી કેદીઓ સાથે તિહાર જેલમાં થઈ રહેલ બર્બર વ્યવહાર અને હુમલાઓના વિરોધમાં શ્રીનગરના મધ્યમમાં જામિયા મસ્જિદની નોવાહાટા ચોક સુધી વિરોધ રેલી યોજાઈ હતી. આ રેલીમાં ગુલામનબી ઝકી, મુહમ્મદ રફીક ઓવૈસી, નૂર મુહમ્મદ કલવાલ, મુસ્તાક અહેમદ સોફી, મુહમ્મદ યુસુફ નકશ, શેખ અબ્દુર રશીદ, એડવોકેટ યાસીર દલાલ, ઉમર આદિલ ડાર, મુહમ્મદ યાસીન બટ, ફારૂક અહેમદ સોદાગર, સૈયદ ઈમ્તિયાઝ હૈદર, મુહમ્મદ જમાલ બુચો, ગુલામ મુહમ્મદ દાર અને રમીઝ રાજા જોડાયા હતા. વિરોધ પ્રદર્શનકારીઓએ માગણી કરી છે કે, કાશ્મીરના કેદીઓને મુક્ત કરવામાં અને તિહાર જેલ સહિતની વિવિધ જેલમાં કેદ કરાયેલ કાશ્મીરી કેદીઓને બિનશરતી રીતે કાશ્મીરીની કોટબલવાલ અને કઠુઆ જેલમાં સ્થળાંતર કરવામાં આવે. વિરોધીઓએ તિહાર જેલમાં બંધ જેઆરએલ નેતા સહિત સાબીર અહેમદ શાહ, એડવોકેટ શહિદુલ ઈસ્લામ, અલ્તાફ ફન્ટુસ, અયાઝ અકબર, પીર સફીઉલ્લા, મહેરાજુદ્દીન કલવાલ, નઈમ અહેમદખાન, ફારૂક અહેમદ દાર, શાહીદ યુસુફ, કામરાન અને ઝહુર વતાલી કે જેઓ જેલ સત્તાધિકારીઓના અમાનુષી વ્યવહારનો ભોગ બની રહ્યા છે તેમને મુક્ત કરવા માંગ કરી હતી.