(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ભારત અને પાકિસ્તાને એક બીજાની જેલોમાં બંધ ભારતીય કેદીઓની યાદી સોંપી છે. આ સૂચીને ઈસ્લામાબાદ અને નવી દિલ્હીના વચ્ચે ૨૧ મે ૨૦૦૮ થયેલા કરાર પ્રમાણે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કરાર અંતર્ગત દર વર્ષે એક જુલાઈ અને એક જાન્યૂઆરીએ કેદીઓની યાદીનું આદાન-પ્રદાન કરવામા આવે છે.
ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી પ્રેસનોટ પ્રમાણે પાકિસ્તાને ૫૩ ભારતીય નાગરિક અને ૪૧૮ માછીમારોને તેમની કેદમાં છે, જેમની પાકિસ્તાની જળ સીમામાં કથિત રીતે ગેર કાયદેસર ઢંગથી ઘુસવા પર ધરપકડ કરવામાં આવી હતી.
ભારત સરકારે નાગરિક કેદીઓ, ભારતીય સૈન્ય કર્મીઓ અને માછીમારોને તેમની નૌકાઓ સાથે ઝડપથી છોડવાની આવશ્યકતા પર જોર આપ્યુ છે. આ સંદર્ભમાં, ભારતે પાકિસ્તાન પાસેથી ૯ ભારતીય નાગરિક કેદીઓ અને ૨૨૯ ભારતીય માછીમારોને છોડવા માટે ઝડપ લાવવા માટે કહ્યુ હતુ, જે પોતાની સજા પુરી કરી ચુક્યા છે અને જેમની રાષ્ટ્રીયતાની ખાતરી થઈ ચુકી છે. સાથે જ ભારતે બાકી કેદીઓ અને માછીમારોને તત્કાલ છોડવા પર અને સ્વદેશ વાપસી માટે તરત કોન્સ્યુલર એક્સેસ આપવાની માંગ કરી છે.