કેજરીવાલે પણ EVM પર આંગળી ઉઠાવતાં જણાવ્યું, ‘આપ’ના ૨૦-૩૦ ટકા વોટ અકાલીનેે ટ્રાન્સફર કરવામાં આવ્યા

નવી દિલ્હી તા. ૧૫

બસપા અધ્યક્ષ માયાવતી પછી હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઈવીએમ મશીનની વિશ્વનીયતા પર આશંકા ખડી કરી છે. કેજરીવાલે પંજાબ ચૂંટણીનો ઉલ્લેખ કરતાં એવો સવાલ ખડો કર્યો કે ત્યાંના લોકોમાં અકાલી-ભાજપ ગઠબંધન પ્રત્યે ભારે ગુસ્સો હતો તેમ છતાં પણ આમ આદમી પાર્ટીની વોટની ટકાવારી ૨૫ ટકા જેટલી રહી અને અકાલીની તેના કરતાં પણ વધારે ૩૧ ટકા રહી. કેજરીવાલે એવું કહ્યુંકે આવું કેવી રીતે થઈ શકે. લોકોના મનમાં ઈવીએમની વિશ્વસનીયતાને ટકાવી રાખવાનું કામ ચૂંટણી પંચે કરવું જોઈએ. કેજરીવાલે એવો આક્ષેપ કર્યો કે પંજાબ ચૂંટણીમાં ઈવીએમ મશીનોમાં ગરબડ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના ૨૦ થી ૩૦ ટકા વોટ અકાલી-ભાજપ ગઠબંધનને ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. કેજરીવાલે કહ્યું કે હવે ગોવા અને પંજાબ સહિત બાકીના રાજ્યોની ચૂંટણીના પરિણામો રદ તો થઈ શકે તેમ નથી પરંતુ ચૂંટણી પંચે ઈવીએમ પર લોકોનો વિશ્વાસ ફરી વાર હાંસલ કરવાનું કામ કરવું જોઈએ. કેજરીએ તેમની વાત વીવીપીએટીની વાતનો પણ ઉલ્લેખ કર્યો. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી ટાણે જેટલી પણ જગ્યાએ આ મશીનો લગાડવામાં આવી તેના ડેટા અને ઈવીએમ મશીનોના ડેટાને સરખાવવા જોઈએ. જો આંકડા સાચા નીકળે તો લોકોમાં ઈવીએમ પ્રત્યે વિશ્વાસ જાગશે. વીવીપીએમટી મશીન ઈવીએમ સાથે જ લગાડવામાં આવે છે જેમાં એક પર્ચી નીકળે છે કે કયા વ્યક્તિને કોને વોટ આપ્યો. આ પર્ચી મતદાતાને આપવામાં આવતી નતી પરંતુ ત્યાં જ જમા કરી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરતાં કેજરીવાલે આગળ કહ્યું કે કોર્ટે પણ કહ્યું હતું કે ઈવીએમ મશીનમાં છેડછાડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ કરતાં કોણ મોટું છું ? કેજરીએ કહ્યું કે મને ખબર છે મારા આ બયાન બાદ મારી મજાક ઉડાવવામાં આવશે. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું કેઆમ આદમી પાર્ટીના ૨૦ થી ૩૦ ટકા મતો અકાલી દળને ટ્રાન્સફર કરવામાં આવ્યાં જેને કારણે કોગ્રેસની જીત થઈ. આ લોકો કોઈ પણ ભોગે તેમને હરાવવા માંગતાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks