National

કેજરીવાલને મોટી રાહત : ર૭ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માગણી કરતી અરજી રાષ્ટ્રપતિએ રદ કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
દર્દી કલ્યાણ સમિતિ મામલામાં આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. આ મામલામાં આમ આદમી પાર્ટીના તમામ ૨૭ ધારાસભ્યો વિરુદ્ધ લાગેલા ઓફિસ ઓફ પ્રોફિટના આરોપો રદ્દ કરવામાં વ્યા છે. આ અહેવાલને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે. જેને કારણે આમ આદમી પાર્ટીના ૨૭ ધારાસભ્યોનું ધારાસભ્ય પદ હવે રદ્દ થશે નહીં. મહત્વપૂર્ણ છે કે વિભોર આનંદે ચૂંટણી પંચને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના ૨૭ ધારાસભ્યો દર્દી કલ્યાણ સમિતિમાં અધ્યક્ષ પદ પર હોવાને કારણે ઓફિસ ઓફ પ્રોફિટ પર છે. માટે તેમનું ધારાસભ્ય પદ રદ્દ થવું જોઈએ.
ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે દર્દી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય સદસ્ય તરીકે તો હોઈ શકે છે. પરંતુ અધ્યક્ષ પદ પર રહી શકે નહીં. દિલ્હી સરકાર અંતર્ગતની દર્દી કલ્યાણ સમિતિ એક એનજીઓ હેઠળ કામ કરી રહી છે. હોસ્પિટલના પ્રબંધન સાથે સમિતિ જોડાયેલી છે. જેમાં વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, વહીવટીય અદિકારી અને આરોગ્ય અધિકારી સામેલ હોય છે. જાણકારી મુજબ આ મામલામાં કાયદાશાસ્ત્રના એક સ્ટૂડન્ટ વિભોર આનંદે ફરિયાદ કરી હતી. તેના પછી આ મામલો રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચને મામલો મોકલ્યો હતો અને તેના પર ચૂંટણી પંચે સંબંધિત ધારાસભ્યોને નોટિસ મોકલી હતી.

ર૭ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગવાળી અરજી રાષ્ટ્રપતિએ રદ કરી, આપ દ્વારા આવકાર

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
લાભના પદના મુદ્દે ધારાસભ્ય પદેથી દૂર કરવાની માગણી કરતી અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદ કરતા સત્તાધારી આમ આદમી પાર્ટીએ તેને આવકારી કહ્યું છે કે દેશમાં બંધારણીય સંસ્થાઓની અવગણના કરવાના ભાજપના પ્રયાસોનો પરાજય થયો છે. રોગી કલ્યાણ સમિતિના ચેરમેન પદે ધારાસભ્યોની નિમણૂક બાદ લાભના પદના મુદ્દે વિવાદ થયો હતો. જે મુદ્દો રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો હતો. રાષ્ટ્રપતિએ ત્યારબાદ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની અરજી રદ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.