કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે રાજ્ય સરકારની કામગીરીને યોગ્ય ઠેરવી

અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી મૃતક આંક ર૯૧ પર પહોંચ્યો છે. દરરોજ સ્વાઈન ફ્લૂના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જેનાથી ફફડીને કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર હોસ્પિટલની મુલાકાત લીધી અને રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સર્વે અને સમીક્ષા કરીને આજે રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે. આ રિપોર્ટમાં બધુ સારું સારું છે. સ્વાઈન ફ્લૂ માટે રાજ્ય સરકારની કામગીરીને યોગ્ય ગણાવી છે. ઉચ્ચ કક્ષાએથી લઈને તમામ સ્તરો સુધી સ્વાઈન ફ્લૂ રોગ અટકાવવાની કામગીરી માટે સંપૂર્ણ કટિબદ્ધતા જોવા મળી છે. માનવ સંસાધન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનો અને જરૂરી દવાઓ અને અન્ય સંસાધનોની કોઈ કમી નથી. આંતરવિભાગીય સંકલન ખૂબ જ સારૂં છે.
વર્તમાન રોગચાળામાં વધુ કેસ થવાના કારણો..
સમગ્ર ભારત દેશમાં તબક્કાવાર વાયરસમાં નાનો લીનીએઝ ફેરફાર કે જેમાં કેલિફોર્નિયાસ્ટ્રેઈનની જગ્યાએ મિશિગન સ્ટ્રેઈન થઈ આ વર્ષે ગત વર્ષની સાપેક્ષમાં આંશિક પ્રભાવ વધ્યો, અલબત એનઆઈવીએ જણાવ્યું છે કે આ સ્ટ્રેઈન સામે ઓસેલ્ટામીવીર દવા ૧૦૦ ટકા અસરકારક છે, ઉક્ત બાબતની સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને કારણે વાતાવરણમાં ઝડપી બદલાવ આવ્યો, ફ્લૂના ત્રણ મહત્ત્વના પેટા પ્રકાર પૈકી ગત વર્ષે માત્ર એચ૩એનર અને બી પ્રકારના વાયરસ પ્રભાવી હતા, જ્યારે આ વર્ષે એચ૧એન૧ વિશેષ પ્રભાવી થયો છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની નિર્દેશીકા મુજબ ગુજરાત રાજ્યમાં લેબોરેટરી પદ્ધતિ અપનાવવામાં આવેલ છે. આમાં સી કેટેગરી દર્દીઓનું ટેસ્ટિંગ થતું હોઈ મૃત્યુ દર ૧૦ ટકા આસપાસ રહેતો હોય છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર ૮ ટકા જે સ્વાઈનફ્લૂ રોગના અપેક્ષિત મૃત્યુદર કરતાં ઓછો છે. બી.જે. મેડિકલ કોલેજ અને પીડીયુ કોલેજની લેબોરેટરી દ્વારા સ્વાઈનફ્લૂ સેમ્પલનો વધુ વર્કલોડ હોવા છતાં સારી કામગીરી કરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts