(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ રવિવારે અનામત ક્વોટા ૪૯.૫ ટકાથી વધારીને ૭૫ કરવાની માંગ કરી કરી. જેને પરિણામે બીજા સમૂદાયોને પણ અનામત માટેનો માર્ગ મોકળો થાય. તેમણે કહ્યું કે હાલમાં દેશમાં ૪૯.૫ ટકા અનામત છે આપણે પટેલ, રાજપૂત, બ્રાહ્મણ, મરાઠા જેવા સમૂદાયોને વધારાના ૨૫ ટકા અનામત પૂરી પાડવા માટે ખુલ્લું રહેવુ જોઈએ. જે સમૂદાયો ક્રિમિલેયરમાં ન આવતાં હોય તેમને માટે અનામત ક્વોટમાં વધારો કરી શકાય છે. અથવા તો પ્રતિવર્ષે આઠ લાખની આવક ધરાવતા લોકોને અનામત મળવું જોઈએ. રવિવારે અમદાવાદમાં મીડિયાકર્મઈો સાથે વાત કરનાર આઠવલેએે કહ્યું કે બીજા સમૂદાયોને પણ અનામત મળવુ જોઈએ પરંતુ તે ઓબીસી, એસસી,એસટી સમૂદાયના હાલના ક્વોટામાંથી ન મળવુ જોઈએ. તેમણે કહ્યું કે ઉપલી જાતિઓને પણ અનામત મળવુ જોઈએ. જોકે તેને માટે ઓબીસી, એસટી,એસટી ક્વોટાનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેને માટે અનામતના હાલના ક્વોટા ૪૯.૫ ટકાથી વધારીને ૭૫ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે હાલમાં દેશમાં ૪૯.૫ ટકા અનામત છે આપણે પટેલ, રાજપૂત, બ્રાહ્મણ, મરાઠા જેવા સમૂદાયોને વધારાના ૨૫ ટકા અનામત પૂરી પાડવા માટે ખુલ્લું રહેવુ જોઈએ. જ