National

કેરળમાં ભયાનક પૂરમાં ૪૮૩ લોકોનાં મોત, ૧૫ લોકો હજી પણ લાપતા

(એજન્સી) તિરૂવનંતપુરમ્‌, તા.૩૦
કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને આજે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં આવેલા ભયાનક પૂરમાં કુલ ૪૮૩ જણ માર્યા ગયા છે જ્યારે ૧૫ જણ હજી પણ લાપતા છે. વિજયને કહ્યું કે, આ કુદરતી આફતને કારણે થયેલી આર્થિક ખોટ રાજ્યના વાર્ષિક બજેટ કરતાં ઘણી વધુ રહી છે. વિજયને વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં ૩૦૫ રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે અને એમાં ૫૯,૨૯૬ જણે આશરો લીધો છે.