(એજન્સી) તા.૧૮
આ ઓગસ્ટમાં કેરળમાં થઈ રહેલી અતિદ્રષ્ટિનું પ્રમાણ ખૂબ જ વધારે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ૧૬ ઓગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં ૧પ૪ ટકા વધારે વરસાદ પડ્યો છે. ૧-૧૬ ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં ૬૧૯.પ એમએમ વરસાદ પડ્યો છે. આ અતિભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ૩ર૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં રર૩ લાખ કરતાં પણ વધારે લોકોએ ૧પ૦૦ શિબિરોમાં આશ્રય લીધો છે.
કેરળ પૂર વિશેના મુખ્ય
૧૦ મુદ્દા નીચે મુજબ છે.
૧. પૂરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન મોદીએ રૂા.પ૦૦ કરોડની તાત્કાલિક સહાય જાહેર કરી છે જ્યારે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂા.ર૦૦૦ કરોડની તાત્કાલિક સહાય માંગી હતી. રાજ્યમાં લગભગ ર૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ર. કેન્દ્ર સરકારે પૂરમાં મૃત્યુ પામનાર લોકોના સ્વજનો માટે રૂા.ર લાખના વળતરની જાહેરાત કરી હતી જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂા.પ૦,૦૦૦ વળતર આપવામાં આવશે. વડાપ્રધાને કહ્યું હતું કે, પૂરમાં કાચા મકાનો ગુમાવનાર લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પ્રાથમિકતાના ધોરણે મકાનો પૂરા પાડવામાં આવશે.
૩. હવામાન ખાતાએ રાજ્યમાં આગામી ર૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
૪. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને કહ્યું હતું કે, રાજ્ય સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યો છે. તેમણે કેન્દ્ર અને સામાન્ય લોકોને રાહતકાર્યમાં યોગદાન આપવાની અપીલ કરી હતી.
પ. શનિવારે રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે ભારતીય રેલવેએ પૂરગ્રસ્ત રાજ્યમાં ર.૮ લાખ લીટર પીવાનું પાણી પૂરું પાડયું છે અને એક લાખ પાણીની બોટલો હજી રસ્તામાં છે.
૬. રાહત અને બચાવકાર્ય માટે કુલ ૩૮ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાહત સામગ્રી પહોંચાડવા માટે ર૦ વિમાનો પણ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. સેનાએ ૧૦ કોલમ અને એન્જિનિયરીંગ ટાસ્ક ફોર્સની કુલ ૧૦ ટુકડીઓ તૈનાત કરી છે. જ્યારે નૌકાદળે ૮ર ટીમોને રાહત કાર્યમાં મૂકી છે.
૭. કોંગ્રેસે માગણી કરી હતી કે કેન્દ્ર સરકાર કેરળના પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરે.
૮. કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે યુનાઈટેડ અરબ અમિરાતે નેશનલ ઈમરજન્સી કમિટીની રચના કરી છે. યુએઈના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાદયાને તેમના દેશના લોકોને કેરળ માટે દાન આપવા આહવાન કર્યું હતું.
૯. શુક્રવારે રપ વર્ષીય ગર્ભવતી મહિલાને એરલિફટ કરી નૌકાદળની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બન્ને તંદુરસ્ત છે.
૧૦. પંજાબ, ગુજરાત, ઓરિસ્સા, બિહાર અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કેરળ માટે સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેટલીક જાણીતી હસ્તીઓ અને સામાન્ય લોકોએ પણ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપ્યું છે.