(એજન્સી) તિરૂવંનતપુરમ, તા.૧૭
કેરળના પલાક્કડ જિલ્લાના જિલ્લા કલેક્ટરની બદલી રાજ્ય સરકારે કરી છે. જિલ્લા કલેક્ટરે સંઘના વડા મોહન ભાગવતને સરકારી શાળામાં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ મૂકતા એમની સામે પગલાં લેવાયા છે. જિલ્લા કલેક્ટર પી.મારીકુટ્ટીની બદલી પંચાયત ડાયરેક્ટરના હોદ્દા પર કરાઈ છે. આ નિર્ણય બુધવારની કેબિનેટ મીટિંગમાં લેવાયો હતો. એમની સાથે અન્ય ચાર સનદી અધિકારીઓની બદલી કરાઈ હતી. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મારીકુટ્ટીએ આ હોદ્દા ઉપર અઢી વર્ષ વિતાવ્યા હતા જેથી એમની બદલીનો સમય થયો હતો એ માટે એમની બદલી કરાઈ હતી. મારીકુટ્ટીએ પણ જણાવ્યું કે એમની બદલી અપેક્ષિત હતી. મંગળવારે મોહન ભાગવતને મારીકુટ્ટીએ કરનાકિયામ્મન શાળામાં ધ્વજ ફરકાવવા ઈન્કાર કર્યો હતો. મારકુટ્ટીએ શાળાના સંચાલકોને ચેતવણી આપી જણાવ્યું હતું કે કેરાલા શિક્ષણ નિયમો હેઠળ રાજકીય નેતાને શાળામાં ધ્વજ ફરકાવવા ઉપર પ્રતિબંધ મૂકાયેલ છે.
ફક્ત લોકોના પ્રતિનિધિઓ અથવા શાળાના મેનેજર જ ધ્વજ ફરકાવી શકે છે. આ નિયમ સરકારી ગ્રાન્ટ મેળવતી બધી શાળાઓને લાગુ પડે છે.