ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળના કેસોમાં ૧૧ને છ મહિનાની કેદ

અમદાવાદ,તા. ૧૭
ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટ નંબર-૮ દ્વારા તાજેરમાં વધુ પાંચ કેસમાં કસૂરવાર આરોપીઓને છ-છ મહિનાની સખત કેદ અને રૂ.૧૦ હજારથી લઇ રૂ.એક લાખ સુધીનો દંડ ફટકારતા મહત્વના આદેશો જારી કર્યા હતા. પાંચ કેસો પૈકી ત્રણ કેસો તો નવા ફુડ સેફ્ટી એકટ હેઠળના કેસો છે અને તેમાં પણ કોર્ટે આકરું વલણ અપનાવી સજાના હુકમો કર્યા હતા. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરવા અંગેના આ કેસોમાં કસૂરવાર વેપારીઓ અને ઉત્પાદક કંપનીઓને સબક સમાન સજા ફટકારવાની દલીલો કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ મનોજ ખંધારે જણાવ્યું હતું કે, ખુદ સુપ્રીમકોર્ટે તેના મહત્વના ચુકાદાઓમાં અને બંધારણમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને સુરક્ષિત જીવન જીવવાના અધિકારને બક્ષવામાં આવ્યા છે. ત્યારે આરોપીના ગુનાહિત કૃત્યથી તેનો સરેઆમ ભંગ થાય છે. આરોપીઓના ગુનાહીત કૃત્યના કારણે સામાન્ય પ્રજાજનોના આરોગ્ય જોખમાયા હતા અને તેમના જીવન સામે ગંભીર ખતરો ઉભો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ તે સંજોગોમાં આરોપીઓના ગુનાને કોર્ટે સહેજપણ હળવાશથી લેવા જોઇએ નહી.
કોને કેટલી સજા-દંડ
(૧) આરોપી વજારામ પદમાજી પ્રજાપતિ અને આરોપી કપૂરજી ગેનાજી પ્રજાપતિ(બુંદીના લાડુમાં કલરનો કેસ)(બંનેને છ-છ મહિનાની કેદ અને રૂ.દસ હજારનો દંડ) (૨) આરોપી ગુલાબ રૂપસિંહ(સીંગતેલમાં ભેળસેળનો કેસ)(છ મહિનાની સજા અને રૂ.દસ હજારનો દંડ) અને કસૂરવાર ભાગીદારો ચંદ્રકાંત મનસુખભાઇ પટેલ, મનસુખ મથુરભાઇ પટેલ, કમલેશ મનસુખભાઇ પટેલ અને વિજય મનસુખભાઇ પટેલ(છ મહિનાની સજા અને રૂ. દસ હજારનો દંડ) (૩)આરોપી સંદીપ બાબુલાલ(ધાણા પાવડર અખાદ્ય) (છ મહિનાની કેદ અને એક લાખ રૂ.નો દંડ) (૪) આરોપી કિશન ચીમનદાસ કલવાણી(સોફ્ટડ્રીંક્સ જલજીરામાં જોખમી કલર)(છ મહિનાની કેદ અને રૂ.એક લાખનો દંડ) (૫) જશબીર જોધસિંહ છાબડા અને ઉત્પાદક રાશીદઅલી વારીસઅલી શેખ(સાદી ચટણી અખાદ્યનો કેસ)(છ-છ મહિનાની કેદ અને રૂ.એક લાખનો દંડ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks