પાટણ,તા.ર૩
પંચમહાલ જિલ્લાના શહેરા મુકામે સામાન્ય બાબતમાં જૂથ અથડામણ થયેલ અને તેમાં મોટા પ્રમાણમાં તોફાનો કરવાના હેતુથી એક ઈસમે ખાનગી ગોળીબાર કરેલો અને તેના કારણે ચારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયેલા છે. અત્યારે પણ તે પૈકીના લોકો જીવન-મરણ વચ્ચે દવાખાનામાં છે ત્યારે આપ સાહેબને અમોએ તા.ર૦-૧૦-૧૭ના રોજ પત્ર પાઠવેલ જેમાં આ ગોળીબાર કરનારને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા વિનંતી કરી હતી છતાં પણ આ વ્યકિતની ધરપકડ કરવામાં આવેલ નથી અને તે વ્યકિત ખુલ્લેઆમ ફરી રહી છે. આપ સાહેબના આદેશથી શહેરામાં સુલેહ-શાંતિ થઈ ગઈ છે. તો આપ સાહેબને ફરીથી નમ્ર વિનંતી છે જલ્દીથી જલ્દી આવા લોકોની ધરપકડ થાય તો અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને સાંત્વના મળી રહે.
Facebook
0
Twitter
0