Gujarat

જમીન સંપાદનમાં એક પણ રૂપિયાનું વળતર ન ચૂકવાતાં ખેડૂત પરિવાર ભૂખ હડતાળ પર

પાટણ, તા.ર૪
વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કના સંપાદનમાં ક્ષતિ બહાર આવતી દેખાઈ રહી છે. ખેડૂતની સાડા અગિયાર એકર જમીન પર કંપનીએ કબજો કર્યો છતાં એક રૂપિયાનું વળતર ખેડૂતને ચૂકવ્યું નથી. જેને પગલે ખેડૂત પરિવાર સાથે અન્નનો ત્યાગ કરીને ૬ દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યો છે.
ચારણકાના ખેડૂત પરિવારની સાડા અગિયાર એકર જમીન પર કંપની દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ચાર એકર જેટલી જમીન બાકી રાખી છે. તેના પર તેને એકેય રૂપિયાનું વળતર ચૂકવ્યા વિના કંપનીએ કબજો જમાવી લેતા ખેડૂત પરિવારે આ બાબતની તંત્રને જાણ કરી છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. જેને પગલે પરિવારની સ્થિતિ કફોડી બની છે.
ખેડૂતના ખેતરમાં સોલાર પાર્કની કામગીરી વળતર આપ્યા વિના કરાતા ખેડૂત પરિવારે ન્યાયના દરવાજા ખટખટાવવામાં છતાં પરંતુ નઘરોળ તંત્રએ કંઈ જ ધ્યાન ન આપતા ખેડૂત પરિવાર નિરાશ થયો હતો. અનેક રજૂઆતો અને સરકારી કચેરીઓના ધરમ ધક્કા બાદ પણ તંત્રની બેદરકારીને કારણે ખેડૂત પરિવાર વિમાસણમાં મુકાઈ જવા પામ્યો હતો અને ના છૂટકે ખેડૂત પરિવારને પોતાના જ હક માટે આંદોલનનો સહારો લેવાનો વારો આવ્યો છે.
પોતાના જ ખેતરના હક માટે ખેડૂત પરિવાર ચારણકા સોલાર પાર્કમાં પોતાના જ ખેચરમાં છેલ્લા છ દિવસથી ભૂખ હડતાળ પર બેસી ગયો છે છતાં આજદિન સુધી વહીવટીતંત્ર કે સોલાર પાર્કના અધિકારીએ આ ખેડૂત પરિવારની સાંત્વના કે ખબર કાઢી નથી. આજે છ દિવસથી આ પરિવાર ન્યાય માટે ધરણા ધરવા મજબૂર બન્યો છે. પોતાની જ માલિકીના ખેતર માટે આજે ખેડૂત પરિવારને ધરણા પર ઉતરવાનો વારો આવ્યો છે.
ચારણકા સોલાર પાર્કમાં ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત પરિવારે હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, સોલાર પાર્કમાં અમારૂં ૩પ૯ સર્વે નંબરનું સાડા અગિયાર એકર ખેતરમાં સાડા સાત એકરમાં સોલાર પાર્કની કામગીરી કરાઈ છે. જ્યારે સોલાર પાર્કની વચોવચ ચાર એકર જમીન રાખી મૂકી છે. જે અમારા કોઈ જ કામની નથી અને અમારી જમીન સાડા અગિયાર એકર હોવા છતાં ચાર એકર કહે છે અને બકીની જમીન પર કબજો કરી લીધો છે. અમારૂં ખેતર છીનવી લઈને અમને નિરાધાર કર્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.