ખેડૂતોના દેવારાહત નહીં, દેવા નાબૂદીની કૃષિનીતિ આયોગની ખેડૂત સમાજની માંગ

અમરેલી, તા. ૯
હમણાં હમણાં વિરોધ પક્ષના નેતા અને વિરોધપક્ષ બંને ખેડૂતોના મુદ્દે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહિતર રાજ્ય લેવલે આંદોલન થશે એવી જાહેરાત કરી છે તે બદલ વિરોધપક્ષ નો આભાર માનું છું કે તેમને ખેડૂતો યાદ આવ્યાં,પણ આજ હું સત્તાપક્ષ અને વિરોધ પક્ષ ને બન્ને ને અમરેલી ખેડુત સમાજ ના પ્રમુખ તરીકે કહેવા માગું છું કે ખેડૂતો ના દેવારાહત નહીં પણ ખેડુતો દેવામુક્ત ની કૃષિનીતિ બનાવો જેથી ક્યારેય કોઈ ખેડૂત ને સરકાર સામે હાથ લાંબો કરવો પડે નહીં.
સરકારોની ખેડૂત વિરોધી નીતિના કારણે ક્રમશ ખેડૂતો દેવાદાર થવા લાગ્યા,ખેડૂતોની સહકારી મંડળીઓ અને બેંકો હરાજી, વ્યાજનું વ્યાજ, દંડનીય વ્યાજના ઘોડા દેવા પર ચઢાવતા જ રહ્યા, ખેડૂતો ચિંતાતુર થયા ત્યારે લાઠીના ભાલવાવ ગામ ના કેટલાક ખેડૂતો જેઓએ સરકારની ખેડૂતલક્ષી યોજના જેવી કે ગ્રીનહાઉસ માં ખેડૂતો એટલા દેવાદાર બન્યા છે કે આજ તેઓ પોતાની જમીનો વેચી ને પણ સરકારી દેવું ભરી શકે એમ નથી, તેવી ખેડૂતોની રજૂઆત ના પગલે આગામી સમયમાં તારીખ ૧૫ ના રોજ ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઇ પટેલ,સાગરભાઈ રબારી અને ટ્રસ્ટી રમેશભાઈ વિરાણી એ અમદાવાદ ખાતે એક મિટિંગ નું આયોજન કર્યું છે અને તેમાં ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકા કમિટી મેમ્બરો ને હાજર રહીને ખેડૂતોની જમીન સંપાદન, કલ્પસર યોજના અને ખેડૂતોના દેવા માફી વિશેની ચર્ચા થશે અને આ મિટીંગમાં અમરેલી ખેડૂત સમાજ વતી નરેશ વિરાણી, મહેશ ચોડવડીયા, કેતન કસવાળા અને તેમની ટીમો અમદાવાદ જઇને ખેડૂત સમાજ ગુજરાત સમક્ષ અમરેલી જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો વિશે ચર્ચા અને ભૂતકાળમાં લાઠીમાંજે સીએમના કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવા બાબતે ખેડૂત સમાજના સભ્યો ઉપર સરકારે જે ખોટા કેસો કર્યા છે. તે કેસનું અવલોકન કરીને સરકાર વિરૂદ્ધ હાઇકોર્ટમાં જવું કે, નહીં તેની વિસ્તૃત ચર્ચા થશે, કારણ કે, ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હોઈ સરકારને રજૂઆત કરી એ તેઓ સાંભળતી નથી એટલે ખેડૂતો વિરોધ પ્રદશન કરે એટલે પોલીસ પ્રશાસન ને આગળ કરી ને ખેડૂતો ને ધમકાવે અને ખેડૂતો સામે ભય નું વાતાવરણ કરી ને બીવરાવે છે એટલે ક્યારેય કોઈ ખેડૂત પોતાના હકની વાત કરવા માટે આગળ આવતો નથી, એટલા માટે આગામી સમયમાં ખેડૂત સમાજ અમરેલી જિલ્લાના તમામ ગામોમાં ફરીને ગામડે-ગામડે સભ્યોની નિમણૂક કરીને પ્રશાસન સામે લડી શકે એવા લડવૈયા ઉભા કરશે અને સરકાર અને ખેડૂત વિરોધી નીતિ સામે ખેડૂત સમાજ પોતાનું બ્યુગલ ફૂંકશે એમ ખેડૂત સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ નરેશ વિરાણીએ જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks