(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧
દક્ષિણ ગુજરાતમાં ગત જુલાઈ મહિના દરમ્યાન વરસાદની ધમાકેદાર શરૂઆત થયા બાદ છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદે વિરામ લીધો ે. નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી ન કરતા ડાંગરની ખેતી કરનારા ખેડૂતો ચિંતીત થયા છે.
ચોમાસાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ડાંગરની વાવણી કરી હતી. ડાંગરના પાક માટે હાલ પાણીની જરૂરીયાત ઊભી થઈ છે. છેલ્લા દસ-બાર દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી વરસાદનો વિરામ નોંધાયો છે. સતત વરસાદનો વિરામ રહેતાં ડાંગરના પાક માટે ખેડૂતો ચિંતિત બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાકને બચાવવા માટે નહેર ખાતા દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાની માંગણી અંગે વિચારણા કરી રહ્યા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ ન થયો હોવાથી સિંચાઈ માટે પાણી છોડવાની શક્યતા હાલ નહીવત છે. દક્ષિણ ગુજરાતના ધરતીપુત્રો ફરી એક વખત મેઘરાજાને રીઝવવા પ્રયાસ હાથ ધર્યો છે.