Ahmedabad

ખાંડના વધુ ઉત્પાદનને લઈ નુકસાન વેઠનાર ખેડૂતો-સુગર મિલો માટે ૩ ટકા શેષની વિચારણા

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૪
જીએસટી કાઉન્સિલની આજે મળેલી બેઠક ગુજરાત માટે મહત્વની બની રહી હતી. જેમાં વેપારીઓને રિફંડ તથા ડિઝિટલ પેમેન્ટમાં લાભ આપવા સાથે ખાંડના વધુ ઉત્પાદનને પગલે રાજયના ખેડૂતો અને સુગર મિલોને નુકસાન થઈ રહ્યું હોઈ તેમને રાહત આપવા સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ખાંડ ઉપર ૩ ટકા શેષ લઈને ખેડૂતો તથા સુગર મિલને મદદ કરી શકાય તે મુદ્દે ખાસ ચર્ચા થઈ હોવાનું રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
જીએસટી કાઉન્સિલર આજે યોજાયેલી બેઠક મહત્વપૂર્ણ રહી હતી. આ બેઠડકમાં ગુજરાતના વેપારીઓએ રિફંડને લઈને કરેલી રજૂઆતો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૯ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં વેપારીઓને ડિઝિટલ પેમેન્ટમાં લાભ આપવાની યોજના અંગે કમિટી નકકી કરશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ખાંડની અછત સર્જાય તેવી શકયતા જોવાઈ રહી છે. કમે કે આ વખતે ખાંડનું વધુ ઉત્પાદન થવાથી ખાંડના ભાવો ઘડયા છે જેના કારણે ખેડૂતો અને સુગર મિલોને નુકસાન પહોંચ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે દેશના ૧૦ જેટલા રાજયમાં શેરડીના ખેડૂતો તથા સુગર મિલો માટે અગાઉ કયારે ઉભી થઈ ના હોય તેવી સ્થિતિ ઉભી થતા તેઓ ચિંતામાં મુકાયા છે. જેથી તેઓને મદદ માટે ખાંડ ઉપર ૩ ટકા શેષ એટલે કે ૩ રૂપિયા સુધીની શેષ નાખી તેમાંથી ખેડૂતો તથા સુગર મિલોને મદદ કરી શકાય આ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જેમાં કમિટી ૧પ દિવસમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે જીએસટીએન કંપની હવે સંપૂર્ણ પણે સરકારી બનશે. રાજયો વચ્ચે પ્રોરેટા પ્રકમાણે શેર અપાશે. જેમાં પ૦ ટકા શેર ભારત સરકાર અને પ૦ ટકા શેર રાજય સરરોના હશે. આ ઉપરાંત કોઈપણ વસ્તુ જયાં સુધી પોર્ટ પર હશે ત્યાં સુધી ટેકસ નહી લેવાય તેમજ વસ્તુ જો કંપનીના વેરહાઉસમાં રહેશે તો પણ ટેક્ષ લેવામાં નહીં આવે તેમ નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.