Gujarat

મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણયને વધાવાયો

અમરેલી, તા.૧૮
ત્રણ રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનતા જ ખેડૂતોના દેવાની માફી રોજગારીની તકો કન્યા કેળવણી સહિતના ૧૦ મોટા નિર્ણય ર૪ કલાકમાં લેવાયા હતા.
કોંગ્રેસની રાજ્ય સરકારો પાસેથી ભાજપે શીખવા જેવું ખરૂં ગુજરાત સરકાર અને ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરે યુવાનો સામાન્ય માણસ સહિતના લોકોના હિત માટે તાત્કાલિક નિર્ણય લે.
આ રાજ્યોના હિત નિર્ણય તાત્કાલિક લઈ કોંગ્રેસે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, કોંગ્રેસની સરકાર એટલે ખેડૂતો, યુવાનો, મહિલા, નાના-મોટા વેપારીઓ, વિધાર્થીઓ, બેરોજગારો, સમાજના દરેક વર્ગ સામાન્ય માણસ સહિતના લોકોની સરકાર છે.
આના પહેલા પંજાબ અને કર્ણાટક એમ બે રાજ્યોમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ સહિતની લોક હિતલક્ષી નિર્ણય લેવાય ગયા છે.
ત્રણ રાજ્યોમાં પોતાની સરકાર બનાવવાની સાથે કોંગ્રેસના મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી કમલનાથ અને ભૂપેશ બઘેલે શપથ લીધાના થોડા કલાક બાદ જ દેવું માફ કરવા અંગેનો આદેશ જાહેર કર્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના ચુનાવી ભાષણમાં સરકાર બનતાની સાથે જ ૧૦ દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો. જેને કમલનાથ અને બઘેલે પહેલાજ દિવસે પૂર્ણ કર્યો. દેવું માફ કરવા સિવાય રોજગારીની તકો ઊભી કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યા.
મધ્યપ્રદેશના ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરવામાં આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણની અસર લગભગ ૩૦ લાખ કરતા વધુ ખેડૂતો પર પડશે.
કમલનાથ સરકારે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજનાની રકમ ૨૮ હજારથી વધારીને ૫૧ હજાર કરી.
નવા ઉદ્યોગ લગાવવા પર કે મધ્યપ્રદેશમાં રોકાણ કરવા પર ઉદ્યોગપતિઓને ફક્ત ત્યારેજ સબસીડી મળશે જ્યારે ઉદ્યોગોમાં ૭૦ ટકા રોજગાર સ્થાનિક લોકોને આપવામાં આવશે.છત્તીસગઢમાં ૧૬ લાખ ૬૫ હજાર કરતા વધુ ખેડૂતોનું રૂા.૬૧૦૦ કરોડનું દેવું માફ કરાયું.છત્તીસગઢમાં અનાજનું સમર્થન મૂલ્ય રૂા.૨૫૦૦ પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.