ખેડૂતોની આવક બમણી કરવાની પથદર્શિકાનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યું

ગાંધીનગર, તા.રપ
ખેડૂતોની આવક વર્ષ-ર૦રર સુધીમાં બમણી કરવા માટે રાજ્ય સરકાર અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની પથદર્શિકા-પુસ્તકનું આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પથદર્શિકાના લેખકો; કૃષિ વિભાગના અગ્રસચિવ સંજય પ્રસાદ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી.પટેલને અભિનંદન પાઠવીને આ પુસ્તિકામાં સમાવેલ સંશોધન અને ઉપયોગી માહિતી માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા હતા. તેઓએ ખેડૂતોને આ પથદર્શિકામાં સમાવેલ સૂચનો પોતાની ખેતીમાં અપનાવવા માટે આગ્રહ કરીને વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષ ર૦રર સુધીમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, તેમણે આ માટે નિર્ધાર વ્યક્ત કરી ખેડૂત ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પથદર્શિકામાં કૃષિ ઉત્પાદન વધારવા ખેતી ખર્ચ ઘટાડવા અને આવક બમણી કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માટે ખેતીના જુદા જુદા ૧૩ વિષયોમાં વિના ખર્ચે અથવા ઓછા ખર્ચે ઉત્પાદનમાં વધારો કરે તેવા કૃષિ યુનિવર્સિટીના સંશોધનોને રજૂ કરવામાં આવ્યા છે. આ સંશોધન અને ભલામણોનો ખેતીમાં ઉપયોગ કરવા માટે ખેડૂતો દ્વારા લેવાના થતાં પગલાંની મુદ્દાસર વિગતો આપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks