અમદાવાદ, તા.૩૦
ગુજરાત સરકારના મુખ્ય સચિવ જે.એન.સિંહે ગુરૂવારે કહ્યું કે, રાજ્યમાં નારાજ ખેડૂતો અને બેરોજગારીના કારણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વિરૂદ્ધ મતદાન થયું છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પરિસરમાં પરિધાન નિર્યાત સંવર્ધન પરિષદના ૧રમા ક્ષેત્રીય કાર્યાલયના ઉદ્ઘાટનના અવસરે સચિવે આ અંગે વાત કરી હતી.
અનુસાર સિંહે પોતાના ભાષણમાં કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં બે કારણોસર સત્તાધીશ પક્ષ વિરૂદ્ધ મતદાન થયું છે. ખેડૂતોની નારાજગી તેમાં પણ મુખ્યત્વે સૌરાષ્ટ્ર તરફના અને બીજું કારણ યુવાનોની બેરોજગારી આવું કેમ થયું ? કંઈક તો ખોટું છે. મને લાગે છે કે એઈપીસી એક પહેલ છે જે અહીં પરિધાન ક્ષેત્રને પ્રોત્સાહન પૂરું પાડશે. જ્યારે આપણે આ ક્ષેત્રને મોટાપાયે લઈ જઈશું તો રોજગાર પણ ઉત્પન્ન થશે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાત એક પ્રમુખ પરિધાન કેન્દ્ર બને. સમગ્ર ગુજરાતમાંથી બેરોજગારી દૂર થવી જોઈએ.
પરિધાન ક્ષેત્રમાં વિકાસયી કપાસની માંગ વધશે અને ખેડૂતોને પણ ફાયદો થશે તેવી આશા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ તેમજ કોંગ્રેસને ૭૭ બેઠકો મળી છે. પરંતુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ભાજપને ૪૮માંથી માત્ર ૧૯ જ બેઠકો મળી છે.