ખેરાલુમાં ભાજપ ઉમેદવાર સામે વિરોધ વંટોળ : ઉમેદવાર બદલવાની માંગ

(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા,૨૧
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા પૈકીની ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી ટર્મ માટે વર્તમાન ધારાસભ્ય ભરતસિંહ ડાભીની પસંદગી કરવામાં આવતા સ્થાનિક ભાજપના કાર્યકરોમાં વિરોધનો વંટોળ જાગ્યો છે.અગાઉ ગાંધીનગર ખાતે કમલમમાં ઉગ્ર વિરોધ કર્યા બાદ હવે,સતલાસણામાં ભાજપના કાર્યકરોએ બેનર સાથે ઉમેદવાર બદલવીની માંગણી બૂલંદ બનાવતા હોબાળો મચી જવા પામ્યો છે.
ખેરાલુ વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષોથી કોંગ્રેસના દિગ્ગજ ગણાતા શંકરજી ઓખાજી ઠાકોર ચૂંટાતા હતા. પરંતુ,તેમના અવસાન બાદ ભાજપમાં જોડાયેલા તેમના પુત્ર ભરતસિંહ ડાભી બે વાર ચુંટાઈ આવ્યા હતા. આ વખતે મહેસાણા જિલ્લામાં ભાજપે જાહેર કરેલા બે ઉમેદવારોમાંથી ખેરાલુ બેઠક ઉપરથી ભરતજીને સતત ત્રીજીવાર રીપીટ કર્યા છે. જો કે,ઉમેદવાર તરીકે તેમની પસંદગી થતાં જ આ વિસ્તારમાં ખુદ ભાજપમાં ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતી જોવા મળે છે.બે દિવસ અગાઉ ભાજપના કાર્યકરોએ ગાંધીનગર કમલમ ખાતે પહોંચીને ભરતસિંહનો વિરોધ દર્શાવ્યો હતો.જયારે હવે,ખેરાલુ મતવિસ્તારમાં જ ભાજપના કાર્યકરોએ ભરતસિંહ હટાવો બીજેપી બચાવોના બેનરો સાથે દેખાવો કર્યા હતા અને જો ઉમેદવાર નહી બદલાય તો ગામે ગામ ફરીને કોંગ્રેસને જીતાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચરાવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts