આદિવાસી પરિવારોને આપેલ પડતર ખેતીની જમીનમાંથી ૧ર પૈકી ૯ના નામો રેકર્ડમાંથી ગાયબ

માંગરોળ, તા. ૯
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે આવેલ અને પંચાયત દફતરે નોંધાયેલ સર્વે નંબર-૬પ અને બ્લોક નંબર-૧૧૦ વાળી સ્તર પડતર વાળી જમીન આવેલ છે.
આ જમીન ૧૮૪ હેક્ટર અને ૩૬ ગુંઠ્ઠા છે. એમાંથી પ૯ હેક્ટર જમીન સને ૧૯૭૧માં રાજ્યના તત્કાલીન રાજ્યપાલ મન્નનારાયણે, રાજ્યનાં કલેક્ટરોને સૂચના આપી, પડતર અને વધારાના ગૌચરની જમીન સમાજના નબળા વર્ગોને આપી જમીનો યોગ્ય રીતે વહેંચી આપવા જણાવ્યું હતું. ત્યાર બાદ નાની નરોલી ગામના ૧ર પરિવારોના નામે સરખા હિસ્સે ઉપરોક્ત બ્લોક/સર્વે નંબરવાળી જમીનમાંથી પ૯ એકર શીર પડતરવાળી જમીન ખેતી કરવા માટે ફાળવી હતી અને આ જમીન ઉપરોક્ત ખેડૂતોના નામે ગામ દફતરે પણ ચઢાવી દેવામાં આવી હતી. આ ૧ર પરિવારો આ જમીનમાં ખેતી કરી પોતાના પરિવારોનો જીવનનિર્વાહ ગુજારતા હતા. આ પરિવારો પાસે જમીન સિવાય અન્ય કોઈ જમીન આવેલ નથી પરંતુ છેલ્લા એક-બે વર્ષથી આ ૧ર પરિવારોમાંથી માત્ર ૩ પરિવારોના નામો કોમ્પ્યુટરરાઈઝ ૭/૧રની નકલમાં બોલે છે. જેમાં રામુ જેરામ રોહીત, ભીખા અમર પરમાર, જેસીંગ છીતયા વસાવાનો સમાવેશ થાય છે. આ ત્રણ સિવાય અન્ય ૯ પરિવારોના નામો સરકારી રેકર્ડ ઉપરથી ગાયબ થઈ ગયા છે. આ નામો કેવી રીતે ગાયબ થયા ? કોણે ગાયબ કરાવ્યા ? વગેરે તપાસનો વિષય બન્યો છે. ઉપરોક્ત વિગતોવાળું એક આવેદનપત્ર અસરગ્રસ્ત પરિવારોએ માંગરોળના નાયબ મામલતદાર (મહેસુલ) અંજારને આપ્યું છે. આવેદનપત્રનાં અંતમાં જણાવાયું છે કે, દિન-૧પમાં આ પ્રશ્નનો સુખદ ઉકેલ નહીં આવે તો આ અસરગ્રસ્ત પરિવારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks