ખિદમત ગ્રુપના પ્રમુખપદના ઉમેદવાર નસીમ કાદરીનો કે.પી.ગ્રુપના ફારૂક પટેલ સામે પરાજય

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
સુરતની ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની દ્વિ-વાર્ષિક ચૂંટણી ગત રોજ યોજાઈ હતી. જેમાં ખીદમત ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ નસીમ કાદરીનો કે.પી.ગ્રુપના પ્રમુખપદના ઉમેદવાર ફારૂકભાઇ પટેલ સામે સાત મતોએ પરાજય થયો હતો.
સભ્યોની ૧૪ બેઠકો પૈકી ૧૨ બેઠકો પર ખીદમત ગ્રુપના સભ્યો વિજય નિવડયા હતા. જ્યારે કે.પી.ગ્રુપના માત્ર બે જ સભ્યો વિજય થયા હતા. જ્યારે હોદ્દેદારોની સાત બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર ખીદમત ગ્રુપના સભ્યો વિજય નિવડયા હતા. જ્યારે કે.પી.ગ્રુપના બે સભ્યો આ બેઠકો માટે પણ વિજય થયા હતા. ટૂંકમાં આ ચૂંટણીમાં ખીદમત ગ્રુપના પ્રમુખની હાર થઇ હોવા છતાં તેમની પેનલના બહુમતિ સભ્યો વિજય થયા હોય હવે પછી ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના વહીવટના નિર્ણયો લેવા માટે કે.પી.ગ્રુપના પ્રમુખ ફારૂકભાઇ માટે કપરા ચઢાણ બની રહેનાર છે.
ગત રોજની ચૂંટણીમાં વિજય જાહેર થયેલાઓમાં કે.પી.ગ્રુપના પ્રમુખ ફારૂક ગુલામભાઇ પટેલ, ઉપપ્રમુખ પદે દાલચાવલ મો.હનીફભાઇ મો.હબીબ, કાગઝી શબ્બીરઅહમદ ગુલામમોહમંદ, ઉપપ્રમુખ(નોન ગ્રેજ્યુએટ વિભાગમાં) ચાંદીવાલા મો.ફારૂક મો.શફી, માનદ્‌મંત્રી બગદાદી સૈયદ અહમદ સૈયદ હબીબ, સહ્‌ માનદ્‌મંત્રી (નોન ગ્રેજ્યુએટ વિભાગમાં) હકીમચીચીવાલા મો.કાસીમ અબ્દુલહકીમ, કારોબારી સભ્યોમાં અહમદાબાદી મો.સલીમ અલીભાઇ, કડીવાલા મો.જાવીદ અ.કાદર, મન્યાર અબ્દુલરઉફ શેખ મેહમુદ, બેલીમ અ.વહાબ અ.કાદર,પરફેક્ટવાળા અ.અલીમ અ.હકીમ, પટેલ મો.હનીફ અબ્દુલરહેમાન, ચાંદીવાલા મો.ઉમર હાજી મો.શફી, શેરસીયા મો.ફારુક અ.કરીમ,નાતાલી મીયામોહંમદ ફત્તેહમોહંમદ, ગોલંદાઝ મુશ્તાકઆહમદ ગુલામમોહંમદ, કુરેશી મો.ઇબ્રાહીમ મોહંમદ હનીફ, બુટવાલા મકસુદ એમ., કાદરી સૈયદ આરીફ સૈયદ કાસમ, અમીજી ગુલામ હુશેન, યાકુબ મોહંમદનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts