ખિલખિલાટ યોજના હેઠળ પાંચ વર્ષમાં ૩૬ હજાર પ્રસૂતા -શિશુને ઘરે ડ્રોપ કરાયા

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.પ
રાજ્ય સરકાર તેમજ જી.વી.કે. અને ઈ.એમ.આર.આઈના સંયુક્ત ઉપક્રમે પ્રસૂતા માતા અને તેના નવજાત શિશુને નિઃશુલ્ક ઘરે મૂકવા ખિલખિલાટ યોજના શરૂ કરેલ હતી. આ યોજના રાજ્ય સરકારે ૪ સપ્ટેમ્બરના રોજ શરૂ કરેલી જે ખિલખિલાટ યોજનાના આજે પાંચ વર્ષ પૂરા થતાં રાજ્યમાં કુલ ૧૫,૨૮,૧૯૩ પ્રસૂતા માતા અને તેના નવજાત શિશુને ઘરે (ડ્રોપ બેક) કરેલ જ્યારે અમરેલી જિલ્લામાં ખિલખિલાટ દ્વારા પાંચ વર્ષમાં કુલ ૩૬૬૧૪ પ્રસૂતા માતા અને શિશુને ડ્રોપ બેક કરી આ યોજનાએ અમૂલ્ય યોગદાન આપેલ છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રસૂતા માતા અને તેના શિશુને સરકારી દવાખાનેથી નિઃશુલ્ક મૂકવા ખિલખિલાટ યોજના શરૂ છે. જે યોજના થકી રાજ્યની તેમજ દરેક જિલ્લાની પ્રસૂતા માતાઓને આ યોજનાનો સારો લાભ મળેલ છે. જેમાં ઉત્કૃષ્ટ અને સલામત પ્રસૂતિ સેવાઓ સાથે હોસ્પિટલેથી ઘરે લઇ જવાની ગુણવત્તાયુક્ત સેવાઓ આપવાથી સંસ્થાકીય પ્રસૂતિમાં વધારો થશે અને સાથો-સાથ આરોગ્યની વિશેષ કાળજી લેવાથી માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં પણ ઘટાડો થશે. અમરેલી જિલ્લામાં આ યોજનાથી અત્યાર સુધીમાં ૩૬,૬૧૪ પ્રસૂતા માતાઓને નિઃશુલ્ક ઘરે પહોંચાડેલ હતી. જેમાં આ યોજના શરૂ થઇ ૪ સપ્ટેમ્બર ૨૦૧૨થી ત્યારથી ૪ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં પાંચ વર્ષમાં જોયે તો ૨૦૧૨માં ૮૪ પ્રસૂતા માતાઓને ઘરે ડ્રોપ બેક કરેલ,૨૦૧૩માં ૨૭૯૩, ૨૦૧૪માં ૪૨૬૫ અને ૨૦૧૫માં ૫૫૭૯, તેમજ ૨૦૧૬ના વર્ષમાં ૧૩,૪૭૨ અને ૨૦૧૭માં ૧૦,૧૧૭ પ્રસૂતા માતાઓને ડ્રોપ બેક કરેલ હતી. આમ પાંચ વર્ષમાં ૩૬,૬૧૪ પ્રસૂતા માતા તેમજ તેના શિશુને ડ્રોપ બેક કરી આ યોજના દ્વારા ઉમદા સેવા આપી ખિલખિલાટ કર્મચારીઓએ કામગીરી કરેલ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks