ખીરસરા ગામના ખેડૂતોને વીજળી નહીં મળતા એક માસથી હેરાન-પરેશાન

કોઠારા, તા.૧૭
અબડાસા તાલુકા ખીરસરા (વિંઝાણ) ગામના ખેડૂતોે એક મહિનાથી પરેશાન છે. હાલ ગામના નાના ખેડૂતો જે કૂવા પર આધારિત અને નાની સાડાસાત હોર્સપાવરની મોટરથી ચાર-પાંચ એકરની વાડીઓમાં ખેતી કરીને પોતાના પરિવારનુંુ ગુજરાન ચલાવે છે. તેવા ખેડૂતોને કોઈ સેઘાણી નામનો અધિકારી છેલ્લા બે મહિનાથી પરેશાન કરી રહ્યો છે. તેવું ગામના નાના ખેડૂતો કહી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી તો બિલકુલ એક બાજુ ફોલ્ટમાં બતાવીને બંધ બતાવે છે અને સ્થાનિક હેલ્પર દ્વારા ઉડતો જવાબ આપવામાં આવે છે કે, અમને સેઘાણી સાહેબ જ્યાં મોકલે ત્યાં જઈએ અને સેઘાણી સાહેબને રૂબરૂ રજૂઆત કરી તો કહે છે કે, તમારાથી થાય તે કરી લો અમને મજા આવશે ત્યારે તમારી વાડી વિસ્તારની લાઈટ ચાલુ કરશું તેવો જવાબ અબડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય હાજી આમદ હિંગોરાને આપતા ત્યારે હાજી આમદ હિંગોરાએ ગામના સરપંચને આ બાબતે ધ્યાન દોરવતા સરપંચે પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેર જાડેજાને જાણ કરતા સેઘાણીએ જાડેજાના મોઢે હકારાત્મક વલણ અપનાવ્યો હતો પણ પાછળથી હાલાત તે નો તે જ રહ્યો હતો તેથી ગામના ખેડૂતો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા અને પાકની નુકસાનીનો દાવો અને ભૂખ હડતાળ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks