આમોદના આછોદ નજીક માલિકીની મિલકતમાં ખોદકામ કરાતાં જમીન માલિકોનો વિરોધ

(સંવાદદાતા દ્વારા) આમોદ, તા. ર૯
આમોદ તાલુકાના આછોદ ગામ નજીક માલીકી ની મિલકત મા ખોદકામ કરાતા જમીન માલિકો એ વીરોધ નોધાંવી કામ અટકાવ્યુ હતુ
આમોદ તાલુકાના આછોદ ગામ નજીક આવેલ મછાસરા રોડ પર ગેલ કંપની દ્વારા માલિકી ની મિલકત મા ૨૦૧૮ ની જમીન સંપાદન વીના ખોદકામ કરતા જમીન ના માલીકો એ કામ બંધ કરાવી વીરોધ નોંધાયો હતો બનાવ ની જાણ થતા ગેલ કંપની ના અધિકારી ઓ તુરત ધટના સ્થળે પહોંચી આમોદ પોલીસ ને બોલાવી હતી જેના પગલે આમોદ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પોલીસ કાફલા સાથે આછોદ ખાતે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવા ની કોશિશ કરી હતી
જયારે આ બાબતે સ્થળ પર આવેલા ગેલ કંપની ના અધિકારી ઓ સાથે બનાવ અંગે મીડિયા એ વાતચીત કરતાં અધીકારીઓ મીડિયા સાથે દુરી રાખવા નુ મુનાશીબ માન્યુ હતુ અને વાતચીત કરવા નુ ટાળ્યું હતું
જયારે બનાવ ની જાણ કરવા જમીન માલિકો અને ગામ ના આગેવાનો ભેગા મળી આમોદ મામલતદાર કચેરી ખાતે આવી મામલતદાર ને ઉગ્ર રજૂઆત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks