ખુદ મોદીના મંત્રી કહે છે : ‘બીફ ખાવાનો સૌનો અધિકાર’

(એજન્સી) નવીદિલ્હી, તા.૧૪
કેન્દ્રીય સામાજિક અને ન્યાય ક્ષેત્રના પ્રધાન રામદાસ અઠાવલેએ કહ્યું કે બધાને બીફ ખાવાનો અધિકાર છે. રામદાસે આ નિવેદન કથિતરૂપે બીફ રાખવાના આરોપમાં નાગપુરમાં થયેલી મારપીટની ઘટના પર આપ્યું છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(આરપીઆઇ)ના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ નાગપુરમાં થયેલી ઘટના પર કહ્યું કે તમામને બીફ ખાવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે “તમને પોલીસ પાસે જવાનો અધિકાર છે, કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. ગૌરક્ષકના નામ પર ભક્ષક બનવું યોગ્ય નથી. ગૌરક્ષકોને કઠોર સજા મળવી જોઇએ” ઉલ્લેખનીય છે કે ૧૨ જુલાઈના રોજ નાગપુરના ભારસિંગમાં કથિત ગૌરક્ષકોએ એક યુવકને બીફ લઇ જવાના આરોપસર પકડ્યો હતો. ઘટનાસ્થળે એકઠી થયેલી ભીડે યુવકને રસ્તા પર નિર્દયતા પૂર્વક ઢોર માર માર્યો હતો. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks