Gujarat

ઉનાની પ્રા.શાળાના આચાર્ય દ્વારા બાળકોને કીચડમાં બેસાડી ભોજન અપાયું

(સંવાદદાતા દ્વારા) ઉના,તા.૬
ઉના સ્યુગર ફેક્ટરી પ્રા.શાળાના રૂમો જર્જરીત અને પોપડા પડતા હોવાના કારણે બાળકોને ખુલ્લા મેદાનમાં અને વરસતા વરસાદમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવેલ હોય જેથી હાલ વૈકલ્પીક વ્યવસ્થા કરી સ્યુગર ફેક્ટરી ગેસ્ટાહાઉસમાં તથા ક્વાર્ટરમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે બાળકોને મધ્યાહન ભોજનની વ્યવસ્થા ન હોય તેથી બાળકોને બહાર ખુલ્લામાં અને પાણીના કાદવ કિચડમાં બેસાડી ભોજન આપવામાં આવેલ હોય જે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયાં બાદ તાલુકા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્ય સહિતના સ્ટાફ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય આમ શાળાના છાત્રોને ભોજન માટે અન્ય વ્યવસ્થા કરવાને બદલે બહાર કાદવ કિચડના પાણી પાસે બેસાડી ભોજન પીરસવામાં આવેલ જેથી આચાર્ય નિલકંઠભાઇ ગોહીલએ ગંભીરતા ન રાખતા તાલુકા શિક્ષણાધિકારીએ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવો નોટિસ ફટકારેલ છે. ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો ૧૯૯૭ના નિયમ ૬ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી યોગ્ય પગલા ભરવા લેખિત ખુલાસો આધાર પુરાવા સાથે નોટિસ મળ્યાની તારીખથી દિવસ ૫ માં કરવા જણાવેલ છે. કર્મચારી મજકુર તરફથી નિયત સમયમર્યાદામાં ઉપરોક્ત ખુલાસો રજૂ નહી કરવામાં આવે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું લેખિત જાણ કરવામાં આવેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.