કિસાન મજદૂર રેલી : ‘નીતિઓ બદલો નહીં તો અમે સરકાર બદલી નાખીશું !’

(એજન્સી) ચેન્નઇ, તા. પ
દિલ્હીમાં વિરોધ માર્ચ બાદ ખેડૂતોએ હુંકાર ભરી છે કે સરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે. ખેડૂતોનું કહેવું છે કે ચૂંટણી તો આવે અને જાય છે. પરંતુ સરકારની નીતિઓ ખોટી છે. સરકારને ખેડૂતો, મજૂરો અને ગરીબોને લઈને પોતાની નીતિઓને બદલવી જોઈએ. ખેડૂત રેલીમાં પહોંચેલા સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ મોદી સરકાર પર આકરા શાબ્દિક હુમલા કર્યા છે. યેચુરીએ કહ્યું છે કે જનતાની અંદર ઘણો આક્રોશ છે. લાખોની સંખ્યામાં ખેડૂત-મજૂરો દિલ્હી આવ્યા છે. તેમણે કહ્યુ છે કે સરકારે જનતાને દગો આપ્યો છે. જો જિંદગી બચાવવી હોય તો મોદી સરકારને હટાવો. યેચુરીએ કહ્યુ છે કે હવે અચ્છે દિન ત્યારે આવશે કે જ્યારે હાલની સરકાર જશે. સીપીએમના મહાસચિવ યેચુરીએ કહ્યુ છે કે ૨૦૧૯માં તેઓ પુરી કોસિશ કરશે કે આ સરકાર સત્તામાંથી દૂર થઈ જાય. આમ થવાથી ભારત બહેતર બની શકશે. તેમણે કહ્યુ છે કે આગામી સપ્તાહે તેઓ એક દેશવ્યાપી આંદોલનનું એલાન કરશે. આ પ્રદર્શનની આગેવાની ઓલ ઇન્ડિયા ખેડૂત મહાસભા દ્ગારા કરવામાં આવી રહી છે. વામપંથી સંગઠન અખિલ ભારતીય કિસાન મહાસભા અને સીટૂના નેતૃત્વ હેઠળ લાખોની સંખ્યામાં ખેડૂતો અને મજૂરો દિલ્હીના રામલીલા મેદાન પર મજૂર-ખેડૂત રેલીમાં જોડાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks